ધંધુકા કોલેજ રોડ પર ખેલાયું આખલા યુદ્ધ. - At This Time

ધંધુકા કોલેજ રોડ પર ખેલાયું આખલા યુદ્ધ.


ધંધુકા કોલેજ રોડ પર ખેલાયું આખલા યુદ્ધ.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેર માં આખલા ઓની સંખ્યામાં વધારો થતાં કોલેજ રોડ તેમજ બજારો અને શહેરી મહોલ્લામાં ધુસી આવતાં હોવાથી આખલા ઓ વચ્ચે વારંવાર યુદ્ધો જાહેર બજારોમાં થતા હોવાનાં કારણે લોકો અને રાહદારીઓ વેપાર ધંધા કરતાં વેપારીઓ માટે ત્રાસ રૂપ બની ગયાં છે. બપોરના સમયે ધંધુકા કોલેજ રોડ પર જાહેરમાં બે આખલા વચ્ચે જોરદાર યુદ્ધ ખેલાતા લોકો માં ભારે નાસભાગ મચી ગઇ હતી અને આ આખલા ની લડાઈ છોડાવવા લોકો એ પાણી મારો ચલાવતાં બે આખલા વચ્ચે ની લડાઈ એ લોકો નાં જીવ તાળવે ચોંટાડી દીધાં હતાં કોલેજ રોડ પર વેપારીઓ નાં રાખેલાં ટુવીલ બાઈક વાહનો નો આ આખલા વચ્ચે ની લડાઈ માં પાડી દીધા હતા. આ બે આખલા વચ્ચે ખેલાયેલા યુદ્ધ નાં કારણે લોકો સલામત પોતપોતાની દુકાનો અને સલામત જગ્યાએ દોડી ધુસી જતાં કોઈ જાનહાની કે ઈજા પહોંચી નહોતી અને આ બે આખલા વચ્ચે ખેલાયેલા યુદ્ધ રોડ ની સાઇડ માં એક આખલો મોટી ગટર પડતા લોકોએ જહેમત ઉઠાવી બહાર કાઢ્યો હતો. આ બાબતે ધંધુકા નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ પર રખડતાં રેઢીયાળ આખલાને પકડી બારોબાર ખસેડી દેવાની તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી લોકો માટે ત્રાસ રૂપ બનેલાં આખલા કોઈ માનવ જીંદગી નો ભોગ લે તે પહેલાં આખલા ને પકડી પાંજરાપોળ તરફ મુકવા માગ ઊઠી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image