ધાનપુર પોલીસે ટોકરવા ગામના જંગલમાંથી 10 મોટરસાયકલ પર લઈ જવાતો 2, 29,320 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. - At This Time

ધાનપુર પોલીસે ટોકરવા ગામના જંગલમાંથી 10 મોટરસાયકલ પર લઈ જવાતો 2, 29,320 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.


દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની ડામી દેવા માટે દાહોદ જિલ્લા એસ.પી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ કડક વલણ અપનાવી દારૂ તેમજ બુટલેગરોને ઝડપી પાડી જેલ ભેગા કરવા સૂચના આપવામાં આવી છે જેના આધારે ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ એન.એન પરમાર તેમજ પોલીસ સ્ટાફના માણસો વિદેશી દારૂને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ટોકરવા ગામે જંગલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો બાઈક ઉપર વેપલો કરવામાં આવે છે જે બાતમીની હકીકત કરી પોલીસે જંગલમાં રેડ કરતા પોલીસને વિદેશી દારૂની 2424 બોટલ કિંમત રૂપિયા 2,92,320 તથા દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગ માટે લેવાયેલ 10 મોટર સાયકલો જેની કિંમત રૂપિયા 5,10,000 મળી કુલ પોલીસે 8,02,320 નો મુદ્દામાલ કબજે કરી આઠ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.