પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં 6.66 કરોડના ખર્ચે અત્યાધુનિક બસ સ્ટેશનનું નિર્માણ શરૂ
એક વર્ષમાં પૂર્ણ થશે કામ, મુસાફરોને મળશે આધુનિક સુવિધાઓ
અમદાવાદ: પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના રહેવાસીઓ માટે રાહતની અને ખુશીની જાહેરાત થઈ છે. ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અહીં 666.01 લાખ રૂપિયાના ખર્ચે એક આધુનિક બસ સ્ટેશન બનાવાશે, જે મુસાફરો માટે આરામદાયક અને સુવિધાયુક્ત પ્રવાસ સુનિશ્ચિત કરશે.
આ નવા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત તાજેતરમાં અમદાવાદ મહાનગર પાલિકા ની પ્રથમ નાગરિક શ્રીમતી પ્રતિભાબેન જૈન, વટવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ તથા રાજ્યના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ભવ્ય રીતે સંપન્ન થયું હતું.
આ પ્રસંગે શહેરના રેવન્યુ વિભાગના ચેરમેન શ્રી અનિરુદ્ધસિંહ ઝાલાએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, “આ બસ સ્ટેશન તાજેતરના માપદંડો અનુસાર તૈયાર થશે અને તેમાં મુસાફરો માટે તમામ આધુનિક સુવિધાઓ – જેવી કે શેડ, પેસેન્જર વેટિંગ રૂમ, ટિકિટ કાઉન્ટર, પીઉર પોટેબલ વોટર, શૌચાલય વગેરેનો સમાવેશ રહેશે. આ કામ આશરે એક વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે.”
સ્થાનિક લોકો આ વિકાસના કાર્યથી અત્યંત ખુશ છે અને માને છે કે આ નવી વ્યવસ્થા વસ્ત્રાલ તથા આસપાસના વિસ્તારોના લાખો મુસાફરો માટે લાભદાયક સાબિત થશે. જનપ્રતિનિધિઓએ આશા વ્યક્ત કરી છે કે બસ સ્ટેશન પૂર્વ અમદાવાદ માટે નવા યુગની શરૂઆત સાબિત થશે.
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
