શ્રી ખડાયતા સોસાયટી મોડાસા આયોજિત "કૃપા શ્રી યમુનાજીની" નાટ્ય પ્રયોગ મોડાસામાં યોજાયું - At This Time

શ્રી ખડાયતા સોસાયટી મોડાસા આયોજિત “કૃપા શ્રી યમુનાજીની” નાટ્ય પ્રયોગ મોડાસામાં યોજાયું


શ્રી ખડાયતા સોસાયટી આયોજિત "કૃપા શ્રી યમુનાજી"નાટક મોડાસા કોલેજ ખાતે આવેલ ભામાશા હોલ ખાતે યોજાયું જેમાં નાટકની શરૂઆતમાં રાષ્ટ્ર ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંગલાચરણ સોસાયટીની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.આ નાટકમાં મોડાસા ઉપરાંત ઉભરાણ, બાયડ, ધનસુરા, મેઘરજ, તલોદ તથા આજુબાજુના ગામના વૈષ્ણવ સંપ્રદાયના સૌ વૈષ્ણવો એ આ નાટકને ઉત્સાહપૂર્વક, ભક્તિભાવથી, શ્રધ્ધા અને વિશ્વાસ થી માણ્યું હતું.સેવા સત્સંગ સમર્પણ ની ભાવના પ્રગટ કરતું પુષ્ટિ પ્રાણ સમા 252 વૈષ્ણવ પૈકી ભક્તિ સુધા શ્રી કિશોરી બાઈના જીવન ચરિત્ર ઉપર આધારિત શ્રદ્ધા ભક્તિભાવ દ્રઢ આશ્રય અને આસ્થાની અલૌકિક ગાથા નાટકમાં રજૂ થઈ હતી.નાટકની શરૂઆતમાં 11000 આપનાર દાતાશ્રી મેહુલ એન શાહ નું શાલ અને બૂકેથી સન્માન કરવામાં આવ્યું હતુ.  5000 ના દાતાશ્રી ડૉ. નિસર્ગ શાહ, ડૉ. જયેશ શાહ, ડૉ. હિરેન શાહ અને ડૉ. જલ્પાબેન શાહ, નરેશ આર શાહ, તુષાર વી શાહ, પિયુષ આર શાહ ધનસુરા, પરેશ એન કોઠારી, ગૌરાંગ એચ શાહ, સોસાયટીના પૂર્વ પ્રમુખ અને 5000 ના દાતાશ્રી મનિષ આર શાહ, પૂર્વ પ્રમુખ ભરત વી શાહ અને હર્ષદ બી કોઠારી, મ. લા. ગાંધી ઉ. કે. મંડળ ના ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વી શાહ અને સુભાષભાઈ એમ શાહ, નાટકના નિર્માતા મુકેશ ડ્રેસવાલા, કલાકાર મહેશ પંડયા, નાટકની ટીકીટના વિતરણ માં સહાય કરનાર વિપુલ શેઠ અને નરેશ સોની, નું ખેસ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું. ખડાયતા સોસાયટીના પ્રમુખ જીતુભાઇ જે શાહ નું શાલ અને બુકે થી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન કરનાર મુકુન્દ એસ શાહ નું બુકે અને ખેસ થી સન્માન કરવામાં આવ્યું હતું.નાટકના મધ્યાંતરે અલ્પાહાર નું સુંદર આયોજન  પ્રીતિ કેયુર શાહ અને પિનલ મેહુલ શાહ તરફથી આપવામાં આવ્યાં હતા.

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.