દાદાબાપુ ધામ પચ્છમ તૃતીય પાટોત્સવ નિમિતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. - At This Time

દાદાબાપુ ધામ પચ્છમ તૃતીય પાટોત્સવ નિમિતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું.


દાદાબાપુ ધામ પચ્છમ તૃતીય પાટોત્સવ નિમિતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું.

અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ભાલ સ્થિત દાદાબાપુ ધામ ખાતે તૃતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ થનારા આ પાટોત્સવ અંતર્ગત સપ્તામૃત મહોત્સવ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

આજે આ પ્રસંગે મહાકુંભ મેળા, પ્રયાગરાજમાં સેવાભાવી કાર્ય માટે અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા "સેવા ભૂષણ" અને "ભક્તભૂષણ" પદવી પ્રાપ્ત કરનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું.

સેવા ભૂષણ: શ્રી દિલીપસિંહ પરમાર (શ્રી મોગલધામ ભાયલા)

ભક્તભૂષણ: શ્રી વિક્રમબાપુ (શાંતિ આશ્રમ, બગડ)

સેવાના ભેખધારી: શ્રી હાલુભા રણજીતસિંહ ચુડાસમા

આજે દાદા ધામ પછમ ખાતે
"શ્રી દાદાબાપુ ધામ" નો કાયમી લોગો અનાવરણ કરવામાં આવ્યું
આ પવિત્ર ધામની અનોખી ઓળખ તરીકે લોગોનું વિમોચન કરવામાં આવ્યું

૧૧ દીકરીઓના સમૂહ લગ્ન અને ચણિયાચોળી વિતરણ કરાયું

ધાર્મિક અનુકંપા સાથે આગામી ૧૧ દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે, તેમજ તમામ દિકરી ઓને ચણિયાચોળી આપવામાં આવી

પ્રસિદ્ધ સંતો અને મહાનુભાવોનું હાજરી આપી કાર્યક્રમનો સફળ બનાવ્યો હતો.

આ ભવ્ય પાટોત્સવ અને ધાર્મિક મહોત્સવમાં ધર્મપ્રેમી ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહે તેવી હાર્દિક નિમંત્રણ બાપુ દ્વારા આપવામાં આવ્યો હતું


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image