ગડુ મુકામે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સંયોજક દ્વારા pm મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ - At This Time

ગડુ મુકામે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સંયોજક દ્વારા pm મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ


આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ચોરવાડ શહેર અને માળિયા હાટીના તાલુકાના સંયુક્ત ઉપક્રમે ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ (મંત્રી શ્રી જિલ્લા ભાજપ મહેશભાઈ રાઠોડ ) ચોરવાડ ખાતે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના 72 માં જન્મદિવસ નિમિત્તે રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓ બહેનો દ્વારા શ્રી રામમંદિર,370 કલમ ,રાષ્ટ્રધ્વજ જેવા જુદા જુદા ચિત્રો બનાવી રંગોળી પુરેલ.અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવી હતી આ તકે પ્રથમ નંબર પર શ્રીરામ મંદિર બનાવનાર વિદ્યાર્થિની અંજલીબેન અશોકભાઈ ચુડાસમા આવેલ

આ કાર્યક્રમમાં ઉપસ્થીત જિલ્લા યુવાભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ,શહેર યુવા ભાજપ પ્રમુખ પુંજાભાઈ ચુડાસમા , ચોરવાડ શહેર સંયોજકશ્રી મોહનભાઈ ચુડાસમા, નિલેશભાઈ ચુડાસમા અને માળિયા હાટીના તાલુકા સંયોજક યશ પટેલ સહિતના આગેવાનોએ હાજરી આપેલ અને વિદ્યાર્થીઓ બહેનો ને પ્રોત્સાહિત કરેલ

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.