અમદાવાદ: અયોધ્યા ધામ રામજી મંદિરના 13મા પટ્ટોસ્વાવની ભવ્ય ઉજવણી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ સ્થિત અયોધ્યા ધામ રામજી મંદિર ખાતે 13મા પટ્ટોસ્વાવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પાવન અવસર પર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ઉત્સવની શરૂઆત સવારની આરતી અને લક્ષ્મી મહાયાગ હવન દ્વારા કરવામાં આવી. બપોરના સમયે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામને 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને ભવ્ય આરતી યોજાઈ. હવન દરમિયાન 1008 કમળ માતા લક્ષ્મીને અર્પણ કરવામાં આવ્યા.
ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો. શોભાયાત્રા બાદ ધર્મસભાનું આયોજન થયું, જ્યાં ધાર્મિક પ્રવચનો અને ભજનો દ્વારા ભક્તિનો માહોલ સર્જાયો.
સાંજ સમયે લક્ષ્મીયાગ હવનની પૂર્ણાહુતિ કરાઈ, અને નારિયળ હોમી સાથે સમસ્તવિધિ સંપન્ન થઈ. અંતમાં, ભક્તજનો માટે પ્રસાદી રૂપે સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.
આમ, અયોધ્યા ધામ રામજી મંદિરના 13મા પટ્ટોસ્વાવની ઉજવણી ભવ્ય અને આસ્થામય માહોલમાં સંપન્ન થઈ.
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
