જસદણના નવાગામના રણછોડભાઈ પરમારએ માનવતાલક્ષી પગલું ભરી એક પક્ષીને જીવનદાન અપાવ્યું
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના ઘેલાં સોમનાથ મંદિર નજીક આવેલા નવાગામના સામાજિક કાર્યકર રણછોડભાઈ પરમારએ એક પક્ષી બચાવવા માટે તેમણે ૧૦૦ ટકા યોગદાન આપ્યું હતું. નવાગામમાં જીવદયા પ્રત્યે સક્રિય રણછોડભાઈને સવારે પોતાના મોબાઈલમાં કોઈએ જાણ કરી કે રૂપાભાઈની વાડીમાં કોઈ ઇજાગ્રસ્ત પક્ષી આવ્યું છે. અને તે ઉડી શકતું નથી. આથી તેમણે સબંધિત તંત્રને જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચી કાંકણસાર નામના પક્ષીને કબજે લઈ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. રણછોડભાઈના કહેવા મુજબ આ પક્ષી વીજ શોકનો ભોગ બન્યો હોય તેથી ઉડી શકતું ન હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
