વડાપ્રધાનશ્રીના પ્રબળ નેતૃત્વને કારણે દેશ બોલે છે અને સમગ્ર વિશ્વ સાંભળે છે
મંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બોટાદ જિલ્લાને
મળી ૯૭ લાખ ૬૧ હજારના વિકાસકાર્યોની ભેટ
મંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયાના હસ્તે બરવાળા ખાતે વિવિધ યોજનાકીય કામોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો: કાર્યક્રમમાં ૭૫ વૃક્ષો વાવી તેનાં જતનનો ઉમદા સંકલ્પ લેવાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયાના હસ્તે સરકારશ્રી દ્વારા બોટાદનાં બરવાળા ખાતે ફાળવવામાં આવેલ વિવિધ યોજનાકીય કામોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ૯૭ લાખ ૬૧ હજારના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથોસાથ કાર્યક્રમમાં ૭૫ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે, બરવાળાનો ઈતિહાસ ખુબ જ જૂનો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં સુચનથી ૭૫ વૃક્ષો વાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે બરવાળા નગરપાલિકા દ્વારા ૭૫ વડના વૃક્ષો વાવવાનો પ્રયત્ન ખુબ જ ઉમદા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રોડ, ભણતર, પાણીની લાઈન, આરોગ્ય તમામ રીતે ગામડાંઓનો સર્વાંગી વિકાસ થયો છે. પ્રસુતિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારની બહેનોને સમયસર સારવાર મળતી થઈ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં દેશની ટ્રેનો પણ સુપરફાસ્ટ થઈ છે. વડાપ્રધાનશ્રીના પ્રબળ નેતૃત્વને કારણે દેશ બોલે છે અને સમગ્ર વિશ્વ સાંભળે છે.
કાર્યક્રમમાં બરવાળા નગરપાલિકાના સભ્યોએ મંત્રીશ્રીને પાઘડી બાંધી તેમજ ઉપસ્થિત મહાનુભાવોને મોમેન્ટો અર્પણ કરીને સન્માન કર્યું હતું.
સતવારા સમાજની વાડી, બરવાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઈન્ચાર્જ કલેક્ટરશ્રી પી.ડી. પલસાણા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલિયા સહિતનાં મહાનુભાવો પદાધિકારીઓ-અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.