નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમારના અધ્યક્ષસ્થાને ભૂકંપ સમયે રાખવાની તકેદારીઓ બાબતે મોકડ્રિલ યોજાઈ - At This Time

નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમારના અધ્યક્ષસ્થાને ભૂકંપ સમયે રાખવાની તકેદારીઓ બાબતે મોકડ્રિલ યોજાઈ


નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમારના અધ્યક્ષસ્થાને ભૂકંપ સમયે રાખવાની તકેદારીઓ બાબતે મોકડ્રિલ યોજાઈ

ક્વીક એક્શન લઈ લોકો સુધી વધુમાં વધુ મદદ કંઈ રીતે પહોંચાડી શકાય તેનો ડેમો રજૂ કરવામાં આવ્યો

આજરોજ બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમારના અધ્યક્ષસ્થાને ભૂકંપ સમયે રાખવાની તકેદારીઓ બાબતે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા વહીવટીતંત્ર તેમજ એનડીઆરએફની ટીમ ભૂકંપ જેવી અણધારી આપત્તિ વખતે કેટલી સુસજ્જ છે તે બાબતનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
કોઇપણ કુદરતી આફત કે દુર્ઘટનાનું આગોતરું આયોજન ખૂબ જરૂરી છે. ભૂકંપની ઘટના એવી છે કે તેની કોઇ સચોટ આગાહી શક્ય નથી ત્યારે દુર્ઘટના બાદ ક્વીક એક્શન લઈ લોકો સુધી વધુમાં વધુ મદદ કંઈ રીતે પહોંચાડી શકાય તેનો ડેમો રજૂ કરવામાં આવ્યો હતો.
મોકડ્રિલમાં નાયબ કલેક્ટર સુ રાજેશ્રીબેન વંગવાણી, બોટાદ પ્રાંત અધિકારીશ દિપક સતાણી, બરવાળા પ્રાંત અધિકારીશ પી.ટી.પ્રજાપતિ, બરવાળાના મામલતદાર સી.આર.પ્રજાપતિ, બોટાદ ગ્રામ્યના મામલતદાર બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.