લુણાવાડા તાલુકાના રાજગઢ પંચાયત તલાટી સાત હજારની લાંચ લેતા ABCના હાથે ઝડપાયા - At This Time

લુણાવાડા તાલુકાના રાજગઢ પંચાયત તલાટી સાત હજારની લાંચ લેતા ABCના હાથે ઝડપાયા


મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના રાજગઢ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ફરિયાદી આકરણી માટે મળ્યા હતા. તલાટી કમમંત્રી આકરણી માટે સાત હજારની રૂપીયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી મહિસાગર એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીએ છટકું ગોઠવી આજરોજ રાજગઢ તલાટીને ૭,૦૦૦/- રૂપીયાની લાંચની રકમ સાથે રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો.લુણાવાડ તાલુકાના રાજગઢ ગામે ફરિયાદીના પિતાએ એક માળનું પાકું મકાન બનાવ્યું હતું. આ મકાન ઉપર “IDFC FIST BANK લુણાવાડા ખાતેથી સાત હજારની રૂપીયાની મોર્ગજ લોન મંજુર થયેલ હતી. બેંક દ્વારા ૭ લાખના બોજાવાળી મકાનની આકરણીની માંગણી કરી હોય જેને લઈ ફરિયાદી રાજગઢ તલાટી કમ મંત્રી પિયુષભાઈ મંગળભાઈ પટેલને મળ્યા હતા અને આકરણીની માંગણી કરેલ હોય જે આકરણી કરી આપવા માટે સાત હજારની રૂપીયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી મહિસાગર લુણાવાડા એસીબીમાં ફરિયાદ કરી હતી. મહિસાગર એસીબીએ ફરિયાદી સાથે મળી છટકું ગોઠવ્યું હતું. તે મુજબ આજરોજ રાજગઢ તલાટી પિયુષભાઈ પટેલ વરધરી રોડ, લુણાવાડા સ્વામિનારાયણ મંદિર સામે રાજ જનરલ સ્ટોર્સ કલર ઝેરોક્ષ ખાતે ૭,૦૦૦/- રૂપીયાની લાંચ લેતાં એસીબીએ રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો. મહિસાગર એસીબીએ તલાટી કમ મંત્રીને લાંચ લેતા ઝડપી પાડવાના બનાવને લઈ અન્ય લાંચીયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.