બોટાદના રાણપુર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સંપન્ન - At This Time

બોટાદના રાણપુર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સંપન્ન


બોટાદના રાણપુર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સંપન્ન

આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ઉર્જાવાન પ્રવચન કરતા જણાવ્યુ હતું કે,સમગ્ર દેશમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે બોટાદ જિલ્લાના નાગરિકોને હું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હાર્દિક અભિનંદન પાઠવું છું.આજના આ અનેરા અવસરે બોટાદ જિલ્લાના રાણપુરના આંગણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવતા હું આનંદની લાગણી અનુભવું છું.આ મહામૂલા અવસરે સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે અલગ અલગ ઝાંખી રજૂ કરવામાં આવી હતી.જેમાં દાદા-દાદીના દોસ્ત પ્રોજેક્ટ દર્શાવતી બોટાદ જિલ્લા પોલીસની ઝાંખી, બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારતનો સંદેશ આપતો ટેબ્લો તેમજ ઈ.વી.એમ નિર્દશનવાન દ્વારા મતદાન પ્રક્રિયાને લાગતી માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી.આ તકે મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કરીને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.તેમજ મંત્રીના વરદહસ્તે જિલ્લાના વિકાસ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ,કર્મચારીઓ તેમજ સમાજ સેવા સાથે જોડાયેલા જિલ્લાના ઉદ્યોગપતિઓ અને રમતવીરોને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.