વિંછીયાના ભડલી ગામેથી અફીણ સાથે પકડાયેલ આરોપીનો નિર્દોષ- છુટકારો - At This Time

વિંછીયાના ભડલી ગામેથી અફીણ સાથે પકડાયેલ આરોપીનો નિર્દોષ- છુટકારો


વિંછીયાના ભડલી ગામેથી અફીણ સાથે પકડાયેલ આરોપીનો નિર્દોષ- છુટકારો

જસદણ પોલીસ સ્ટેશનમાં નારકોટીકસ ડ્રગ પદાર્થે અધીનીયમની કલમો મુજબની ફરીયાદ ૨૮/૧૦/૨૩ ના રોજ નોંધવામાં આવેલ હતી અને જે સબબ આરોપી મનુભાઇ સામતભાઇ ખાચરની ધરપકડ થતા આરોપીએ રાજકોટની સ્પેશ્યલ એન.ડી.પી. એસ. કોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા નામદાર અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી તા.૨૮/૧૦/૨૦૨૩ ના રોજ સવારના ૮:૩૦ વાગ્યાથી તેમની સાથે એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા તે સમયે ફરતા ફરતા જસદણ સર્કીટ હાઉસ ખાતે પહોંચતા ખાનગી રાહે બાતમી મળેલ કે ગઢડા ગામ તરફથી ભડલી ગામ તરફ એક સીલ્વર કલરની મારૂતી વેગનઆર કાર જેના નંબર જીજે.૧૩.સીએ.૩૫૫૨ છે. તેમાં ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો લઇને એક ઇસમ નીકળનાર છે. તેવી ચોકકસ ભરોષાપાત્ર હકીકત મળેલ છે. જેથી જરૂરી કાયદાકીય પ્રક્યિા બાદ રેડનું આયોજન કરવામાં આવેલ હતું. અને બનાવવાળી જગ્યાએ પોલીસ સ્ટાફ અને તેમની સાથેના પંચો ભડલી ગામે વિછીયા ચોકડી ખાતે ૩:૪૫ વાગ્યાના અરસામાં પહોંચી ગયેલ હતા. અને સરકારી વાહનો ન દેખાય તેમ રાખી દીધેલ હતા. અને આ વેગનઆર કારની વોચમાં ગોઠવાય ગયેલ હતા. અને ૪:૩૦ વાગ્યાના અરસામાં આ બાતમી વાળી કાર આવતી હોય રેડીંગ પાર્ટીના સ્ટાફ દ્વારા તેને રોકવામાં આવેલ હતી. અને ડ્રાઇવરનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ મનુભાઇ સામતભાઇ ખાચર રહે.બગડ, તા.રાણપુર, જી.બોટાદ વાળો હોવાનું જણાવેલ હતું ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયાઓ બાદ આરોપી પાસે રહેલ કારમાં તપાસ કરતા પાછળની સીટમાં તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ઠાલીયા(પોષડોડા) જેનું વજન ૫૦૦ ગ્રામ થયેલ હતું. તેમજ આરોપીના પેન્ટના ખીસામાંથી અફીણ જેનું વજન ૫૦ ગ્રામ થયેલ હતું. તે મળી આવેલ હતો. અને જે મતલબની વિગતવાર ફરીયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી. અને ઉપરોકત કામ સબબ આ આરોપી મનુભાઇ સામતભાઇ ખાચરની અટક કરી રાજકોટની સ્પેશ્યલ એન.ડી.પી.એસ કોર્ટમાં રજુ કરતા આરોપીને રીમાન્ડ સમય પુરો થતા રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ હતા.

આમ આરોપીની અટક થયા બાદ અને ચાર્જશીટ થઇ જતા આરોપી મનુભાઇ સામતભાઈ ખાચરે પોતાના એડવોકેટશ્રી મારફત જામીન મુકત થવા માટે રાજકોટ સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટ સમક્ષ જામીન મુકત થવા માટે જામીન અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકટેશ્રીએ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે નામદાર હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી એડવોકેટ રણજીતભાઇ એમ. પટગીર, સાહીસ્તાબેન એસ. ખોખર, પ્રહલાદસિંહ બી. ઝાલા તેમજ મીતેશ એચ. ચાનપુરા રોકાયેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.