વડોદરા ડોડિયા ગામમાં ભરાતા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા બદલ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાનું સન્માન કર્યું* - At This Time

વડોદરા ડોડિયા ગામમાં ભરાતા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા બદલ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાનું સન્માન કર્યું*


*વડોદરા ડોડિયા ગામમાં ભરાતા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા બદલ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાનું સન્માન કર્યું*
----------------------------
*વહિવટી તંત્ર દ્વારા બન્ને બાજુ ૫ કિલોમીટરની ગટર બનાવીને કેનાલ દ્વારા ખેતરમાં ભરાતા પાણીનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવ્યો*
----------------------------
ગીર સોમનાથ,તા.૨૧: વડોદરા ડોડિયા ગામના ખેડૂતોના ખેતરોમાં ભરાતા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા બદલ વડોદરા ડોડિયાના ખેડૂતોએ કલેકટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું.

છેલ્લા ૨૦ વર્ષથી વડોદરા ડોડિયાના ખેડૂતો પોતાના ખેતરમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પંચાયત સહિતના વિભાગોએ ઉત્કૃષ્ટ કામગીરી દાખવતા ખેતરમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો હતો.

ખેતરમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવતા વડોદરા ડોડિયાના ખેડૂતોએ પુષ્પગુચ્છ દ્વારા તેમજ શાલ ઓઢાડી જિલ્લા કલેક્ટરશ્રી પ્રત્યે પોતાનો આભાર પ્રગટ કર્યો હતો. આ તકે, ખેડૂતોએ નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલનો પણ આભાર વ્યકત કર્યો હતો.

કાર્યપાલક ઈજનેર (પંચાયત) અંકિત ભદૌરિયાના જણાવ્યાનુસાર, કિંદરવા પાટિયાથી વડોદરા-ડોડિયા ગામ સુધી બન્ને બાજુ ૫ કિલોમીટરની ગટર બનાવવામાં આવી હતી. આ ગટરના કારણે હવે ખેડૂતોના ખેતરમાં જે પાણી ભરાતું હતું તેનો ત્વરિત નિકાલ થવા પામે છે. જેથી અંદાજીત ૫૦૦ વિઘા જમીનના પાકને નુકસાન થતું અટકશે.

ચોમાસા પહેલા જ આ સમસ્યાનો ઉકેલ આવી જતા વડોદરા ડોડિયા ગામના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

વડોદરા ડોડિયાના ખેડૂત શ્રી જયેશભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન દર વર્ષે અમારા ખેતરોમાં ખૂબ જ પાણી ભરાઈ જતું હતું. પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નહોતી. જેના કારણે અમે પાક પણ લઈ શકતા નહોતા અને સંપૂર્ણ પાક નિષ્ફળ જતો હતો. પાણી ભરવાની સમસ્યાના કારણે અમારે ભારે નુકસાન સહન કરવાનો વારો આવતો હતો. પરંતુ હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવવાથી આ વિસ્તારના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ તકે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નાગાજણ તરખલા, વડોદરા ડોડિયાના ખેડૂતો શ્રી ડોડિયા સુભાષભાઈ, શ્રી ભાવસિંહભાઈ પરમાર, શ્રી રમેશભાઈ ડોડિયા, શ્રી સંજયભાઈ સોલંકી, શ્રી લક્ષ્મણભાઈ બારડ, શ્રી પરમાર વરજાંગભાઈ સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.