મોટા ભડલા માં યુવાનની ફરસી ના ઘા ઝીંકી કી હત્યા સાયલા ગ્રામ્ય ની ઘટનાથી ચકચાર. ભાભી સાથેના અનૈતિક સબંધ બાબતે ગામના જ યુવાન ને સમજાવવા જતા વાત વણસી અને ખુની ખેલ ખેલાયો
સુરેન્દ્રનગર જિલ્લા ના સાયલા પંથકમાં કાયદો અને વ્યવસ્થા છેલ્લા કેટલાક સમયથી ધજાગરા ઉડાડતી ઘટનાઓના સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે પખવાટિયા પહેલા સાયલામાં યુવાનની કરપીણ હત્યા અને શિરવાણીયા ગામે થયેલ ફાયરિંગની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં તાલુકાના અંતરિયાળ મોટા ભડલા ગામે પ્રેમ સંબંધ બાબતે યુવાનની કરપીણ હત્યાનો બનાવ ઉજાગર થતા ચકચાર મચી જવા પામી છે પોલીસ દ્વારા મૃત્યુ યુવાનની લાશનું પાળીયાદ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી આરોપી સતા ભોટાભાઈ ખરગીયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી વધુમાં મળતી વિગતો પ્રમાણે ગામમાં રહેતા સત્તા ઉર્ફે સતિષ ભોટાભાઈ ખરગીયા ને તેના જ કુટુંબના બોઘાભાઈ ની પત્ની લખીબેન સાથે છેલ્લા ચારેક વર્ષ અગાઉ આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને અવારનવાર છાના માના એકબીજાને મળતા હતા મંગળવારની રાત્રે એક એક એકાદ વાગ્યાના અરસામાં સતો ઉર્ફે સતિષ લખીબેનને મળાવા તેના ઘરે ગયો તે સમયે ઘરના લોકો જાગી જતા દેકારો બોલી ગયો હતો રાતના સમયે થયેલા દેકારા બાદ સતો ઉર્ફે સતિષ ત્યાંથી નાસી છૂટી પોતાના ઘરમાં ઘૂસી ગયો હતો બોઘાભાઈ તેમના ભાઈ ભુરાભાઈ સહિત ત્રણ થી ચાર લોકો સત્તાને આ અનૌતિક સંબંધ બાબતે સમજાવવા તેના ઘરે જતા તે ઉશ્કેરાય ગયો હતો અને સમજાવવા સમયે તેણે કહેલ કે તમે બધા અહીંથી જતા રહો નહિતર હું તમને બધાને મારી નાખીશ કહી તેની પાસે રહેલ ફરસી નો ઘા ત્યાં ઊભેલા ભુરાભાઈ ના માથા પર કરતા આરોપી સત્તા દ્વારા કરાયેલ ફર્સીનો ઘા મરણ તોલ સાબિત થતા સારવાર મળે તે પહેલા જ ભુરાભાઈ નું કરું મૃત્યુ થતાં ખોબા જેવડા મોટા ભડલા ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી સંબંધમાં કાકી થતી એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ ના કરુણ અંજામમાં મહિલા દિયર એવા યુવાન જીવ ગુમાવ્યો છે ત્યારે મૃત્યુ ના ભાઈ ગેલાભાઈ વશરામભાઈ ગલગલીયા દ્વારા આરોપી સત્તા ઉર્ફે સતિષ ભોટાભાઈ ખરગીય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ ધજારા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અહેવાલ. ધર્મેન્દ્ર દવે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
