વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ૨.૨૩ કરોડ રૃપિયાની સંપત્તિ - At This Time

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ૨.૨૩ કરોડ રૃપિયાની સંપત્તિ


 નવી દિલ્હી,
તા. ૯વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે કુલ ૨.૨૩ કરોડ રૃપિયાની
અંગત મિલકત છે. જે પૈકી મોટૈા ભાગનો હિસ્સો બેંકમાં જમા રકમનો છે. હાલમાં તેમની
પાસે કોઇ સ્થિર મિલકત નથી. તેમની પાસે ગાંધીનગરમાં એક જમીનનો ટુકડો હતો જે તેમણે
દાનમાં આપી દીધો છે. વડાપ્રધાનની ૩૧ માર્ચ,
૨૦૨૨ સુધીની પોતાની સંપત્તિની જાહેરાત કરી છે. તેમણે કોઇ પણ બોન્ડ, શેર અથવા મ્યુચલ
ફંડમાં રોકાણ કર્યુ નથી.તેમની પાસે સોનાની ચાર અંગુઠીઓ છે જેની કીંમત ૧.૭૩ લાખ
રૃપિયા છે. વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)ની વેબસાઇટ પર અપલોેડ કરવામાં
આવેલી માહિતી અનુસાર વડાપ્રધાન મોદીની પાસે ૩૧ માર્ચ સુધી કુલ ૨ કરોડ ૨૩ લાખ ૮૨
હજાર ૫૦૪ રૃપિયાની સંપત્તિ છે. મોદી પાસે કોઇ મકાન કે વાહન નથી. ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ તેમની
પાસે હાથ પર રોકડ માત્ર ૩૫,૨૫૦
રૃપિયા હતી.છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિ એક
વર્ષમાં ૨૬ લાખ રૃપિયા વધી છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે
તેમણે અન્ય ત્રણ લોકો સાથે મળીને જમીનનો એક પ્લોટ ખરીદ્યો હતો. આ જમીનમાં દરેકની
ભાગીદારી ૨૫ ટકા હતી. જો કે વડાપ્રધાને પોતાના હિસ્સાની ૨૫ ટકા રકમ દાનમાં આપી
દીધી છે. પોસ્ટ ઓફિસમાં ૯,૦૫,૧૦૫ રૃપિયાના
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને ૧,૮૯,૩૦૫ રૃપિયાની
જીવન વિમા પોલીસી છે. વડાપ્રધાન મોદીના મંત્રીમંડળના જે અન્ય પ્રધાનોએ સંપત્તિની
જાહેરાત કરી છે તેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ સામેલ છે. સિંહની પાસે ૩૧
માર્ચ, ૨૦૨૨ની
સ્થિતિએ ૨.૫૪ કરોડ રૃપિયાની ચાલુ મિલકતો અને ૨.૯૭ કરોડ રૃપિયાની સ્થિર મિલકતો છે. મોદી મંત્રીમંડળના તમામ ૨૯ સભ્યોમાં ધર્મેન્દ્ર પ્રધાન, જ્યોતિરાદિત્ય
સિંધિયા, આર કે
સિંહ, હરદીપ
સિંહ પુરી, પુરુષોત્તમ
રૃપાલા અને જી રેડ્ડીએ પોતાની અને પોતાના આશ્રિતોની સંપત્તિની જાહેરાત કરી છે.  

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.