મોદી વડાપ્રધાન બની શકે છે તો હું મેયર કેમ નહિ ? RSS સાથે જોડાયેલ ચાયવાળો આવ્યો મેદાને - At This Time

મોદી વડાપ્રધાન બની શકે છે તો હું મેયર કેમ નહિ ? RSS સાથે જોડાયેલ ચાયવાળો આવ્યો મેદાને


નવી દિલ્હી, તા. 22 જૂન 2022, બુધવારવડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચતો હતો કહીને મત માંગનાર નરેન્દ્ર મોદી સતત બીજી વખત દેશના વડાપ્રધાન બન્યાં છે. આ જ મંત્રને આધારે હવે વધુ એક ચાયવાળાએ મેયર બનવા માટે દાવેદારી રજૂ કરી છે. મધ્યપ્રદેશની નગરપાલિકાની ચૂંટણીમાં રીવા મ્યુનિસિપલ કોર્પોરેશનની બિનઅનામત બેઠક પર 14 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા માટે મેદાનમાં ઉતર્યા છે.જોકે દાવોદારોના નામ બહાર આવતા રાજકીય હલચલ પણ તેજ બની છે અને નેતાઓ ચૂંટણી વચનો અને દાવાઓ સાથે મેદાનમાં ઉતરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રીવા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે એક ચા વેચનારાએ મેયર બનવાનો દાવો કર્યો છે અને શહેરની મૂળભૂત સમસ્યાઓને પોતાનો ચૂંટણી મુદ્દો બનાવ્યો છે.મધ્યપ્રદેશના રીવા સ્થિત શિલ્પી પ્લાઝામાં છેલ્લા 20 વર્ષથી ચાની દુકાન ધરાવતા રામ ચરણ શુક્લાએ હવે મેયર બનવાનો દાવો કર્યો છે અને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ દાવામાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચા વેચનાર હોવાની દલીલ પણ રજૂ કરી છે. તેમણે કહ્યું છે કે શહેરની મૂળભૂત સમસ્યાઓને તેમનો ચૂંટણી મુદ્દો બનાવીને તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમણે મેયર પદ માટેની ઉમેદવારી પણ નોંધાવી છે.વાત એમ છે કે રીવાના મુખ્ય બજાર શિલ્પી પ્લાઝામાં છેલ્લા 20 વર્ષથી ચાની સ્ટોલ લગાવનાર રામ ચરણ શુક્લાએ આ વખતે મેયર પદ માટે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી રજૂ કરી છે. જીતવા માટે તેમણે ઉમેદવારી નોંધાવ્યા બાદ સતત જનસંપર્ક પણ શરૂ કર્યો છે. રામચરણના કહેવા પ્રમાણે, તેઓ છેલ્લા 20 વર્ષથી ચાની સ્ટોલ લગાવી રહ્યા છે અને ચા વેચવાના કારણે તેઓ શહેરના 70% લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે. હવે શુક્લા પણ દુકાનમાં ચા પીવા આવતા લોકો પાસેથી વોટની અપીલ કરી રહ્યા છે.RSS સાથે જોડાયેલા છે શુક્લા :રામ ચરણ શુક્લાનું કહેવું છે કે જો ચાવાળો દેશના વડાપ્રધાન બનીને દેશ ચલાવી શકે છે તો હું પણ રીવા મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવી શકું છું. રામચરણ શુક્લા લગભગ 35 વર્ષથી સામાજિક કાર્ય સાથે જોડાયેલા છે. શુક્લાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ વર્ષો જુનો સંબંધ છે.ભાજપનું એકહથ્થું શાસન : અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી રીવા મહાનગરપાલિકામાં સીધી સિસ્ટમથી ચૂંટણી શરૂ થઈ છે, ત્યારથી ત્યાં ભારતીય જનતા પાર્ટીના મેયરનો કબજો છે. હાલના તબક્કે શહેરમાં ચાલી રહેલા વિકાસના કામોને લઈને પ્રજામાં પણ નારાજગી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં અપક્ષ ઉમેદવારો આ નારાજગીનો લાભ ઉઠાવી શકશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.