શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર ભક્તિરસથી ઉભરાયું મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર - At This Time

શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર ભક્તિરસથી ઉભરાયું મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર


ભાવવિભોર શ્રદ્ધાળુઓએ ઉજવ્યો ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ.

મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર ભારતીય સંસ્કૃતિની પરંપરા જાગૃત કરવા દરેક ઉત્સવોની ઉજવણી કરે છે. ત્યારે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ પર રાત્રે નવ કલાકેથી જન્મ સમય સુધી ભક્તો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના ભજન કિર્તન, રાસ ગરબાથી ગુંજી ઉઠ્યું હતું. ગાયત્રી ચેતના કેન્દ્ર પર સત્સંગ હૉલમાં ખૂબ જ સુશોભન તેમજ શ્રીકૃષ્ણ જન્મ દર્શન માટે સુંદર પારણું સુશોભિત કરવામાં આવ્યું. ગાયત્રી ચેતના કેન્દ્રમાં હમેશાં માતાજીના શૃંગારની ઉત્સાહભેર સેવા નિભાવતા એવા સૂર્યાબેન તથા ભામાશા ગણાતા એવા કમલેશભાઈ પટેલ ( એન્જિનિયર & બિલ્ડર ) ના હસ્તે રાત્રે બાર વાગે પારણું ઝુલાવી આરતી ઉતારી ભગવાન શ્રીકૃષ્ણ જન્મ દર્શન શુભારંભ કરવામાં આવેલ. આ સમયે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નારાઓથી સમગ્ર ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું. માખણની મટકી વધ ઉત્સવ ઉજવાયો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. સૌને મુક્ત મને ભગવાન શ્રીકૃષ્ણના પારણાને પોતાના હાથે ઝુલાવવાનો લ્હાવો મલ્યો હતો. દર્શને આવનાર સૌ ખૂબ આનંદ વિભોર થઈ ધન્યતા અનુભવાય એવો માહોલ છવાઈ ગયો હતો.
સૌ દર્શનાર્થીઓ માટે પંચામૃત, પંજરીનો પ્રસાદ અને કેળા તથા ફરાળી અલ્પાહારનું આયોજન કરવામાં આવેલ.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.