જસદણ શહેર ભાજપના ઉપપ્રમુખ રશ્મિતાબેન વિજયભાઈ બડમલીયા ને ઠેર ઠેર થી આવકાર - At This Time

જસદણ શહેર ભાજપના ઉપપ્રમુખ રશ્મિતાબેન વિજયભાઈ બડમલીયા ને ઠેર ઠેર થી આવકાર


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ બી.જે.પી. માજી મહિલા મોરચા પ્રમુખ રશ્મિતાબેન વી. બડમલીયા (8905545154) ની તાજેતરમાં જસદણ શહેર ભાજપ સંગઠનમાં શહેર ઉપપ્રમુખની નિમણૂક થતા લોકોની ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે બીજી વખત વિશ્વાસ રાખી અને સારી એવી જવાબદારી આપી છે ત્યારે ખૂબ શુભેચ્છા મળી રહી છે. મહિલા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી તેમજ પાર્ટી સાથે વફાદાર રહી અને ઘણા બહેનોના કામ કર્યા તેમના આ આશીર્વાદ થકી આજે બીજી વખત સારી એવી જવાબદારી સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. રશ્મિતાબેનને આ જવાબદારી ફરીવાર મળતા તેમને કાળઝાળ ગરમીમાં શુભેરછાઓ ધોધમાર વરસી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image