ગઢડાના રણિયાળા ગામ નજીક છકડો રીક્ષા પલટી ખાઈ ગયો 30 વર્ષે યુવકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત
ગઢડા તાલુકાના ગામની પાસે ઢસા તરફથી આવતા છકડો રીક્ષા પલટી ખાઈ જતા રીક્ષા ચાલકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા ગઢડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ભરતનગર વિસ્તારમાં રહેતા 30 વર્ષિય વિપુલભાઈ મહેશભાઈ કુંમાખાણીયા કે જેઓ ગઈકાલે તેમના સગા સંબંધીને ત્યાં ઢસા ગામે લગ્ન પ્રસંગે ગયા હતા લગ્ન પતાવીને વિપુલભાઈ પોતાનો છકડો રીક્ષા ચલાવી ગઢડા તરફ પરત આવવા નીકળ્યો હતો તેવામાં રણીયાળા ગામ પાસે પહોંચતા વિપુલભાઈએ છકડો રીક્ષા ના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી રીક્ષા ચાલક વિપુલભાઈ નું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું જ્યારે ઘટનાની જાણ થતા ગઢડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવાનના મૃતદેહને પીએમ માટે ગઢડા ની રેફરલ હોસ્પિટલ ખસેડેલો અને પોલીસે અકસ્માતને લઈ વધુ તપાસ કરી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.