ધંધુકાની આગાખાન ઇંગલિશ મીડિયમ સ્કૂલમાં 'ગ્રેજ્યુએશન ડે' ની ઉજવણી - At This Time

ધંધુકાની આગાખાન ઇંગલિશ મીડિયમ સ્કૂલમાં ‘ગ્રેજ્યુએશન ડે’ ની ઉજવણી


ધંધુકાની આગાખાન ઇંગલિશ મીડિયમ સ્કૂલમાં 'ગ્રેજ્યુએશન ડે' ની ઉજવણી

અમદાવાદ જિલ્લામાં આવેલી ધંધુકાની આગાખાન ઇંગલિશ મીડિયમ સ્કૂલમાં પૂર્વ-પ્રાથમિક વિભાગ (સિનિયર કેજી) ના વિદ્યાર્થીઓ માટે 'ગ્રેજ્યુએશન ડે' સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ સમારોહ શૈક્ષણિક યાત્રામાં વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે મનાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને તેમના વર્ષ દરમ્યાન દર્શાવેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમના ટેલેન્ટનો પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા-પિતા ઉપસ્થિત રહી, પોતાનાં બાળકોની સિદ્ધિઓનો ગૌરવભેર આનંદ માણ્યો હતો.

આવું આયોજન બાળકના સર્વાંગી વિકાસ માટેની શાળાની પ્રતિબદ્ધતા અને ગુણવત્તાવાળી શિક્ષણ પ્રત્યેની દૃઢતા દર્શાવે છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image