શહેરા તાલુકાના ઝોઝ ગામે આવેલા ભાથીજીના મંદિરે મેળો ભરાયો - At This Time

શહેરા તાલુકાના ઝોઝ ગામે આવેલા ભાથીજીના મંદિરે મેળો ભરાયો


શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઝોઝ ગામે આવેલા ભાથીજી મંદિરે મેળો ભરાયો હતો. જેમા શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા. દેવદિવાળીના બીજા દિવસે આ મેળો ભરાયો હતો અહી આવેલા ભાથીજી મહારાજના મંદિરે મોટી સંખ્યામા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને ભાથીજી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા દેવદિવાળીના પર્વને લઈને મેળાઓ ભરાતા હોય છે.શહેરા તાલુકાના ઝોઝ ગામે આવેલા ભાથીજીના મંદિરે મેળો ભરાયો હતો. અને ઝાયણીનો મેળો તરીકે પણ ઓળખાય છે. અહી ભાથીજી મહારાજનુ જુનુ મંદિર આવેલુ છે. દેવદિવાળી પર્વના બીજા દિવસે આ મેળો ભરાય છે.જેમા મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા અને મંદિર ખાતે ભાથીજીના હોમ હવન કરવામાં આવ્યો હતો અને ભાથીજી મહારાજ ના લીલાના ગુણગાન કરી પુજન અર્ચન કર્યા હતા.અને ધન્યતા અનુભવી હતી

રિપોર્ટર વિનોદ પગી


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.