બોટાદ જિલ્લાની સરકારી હાઈસ્કૂલમાં બાલલગ્ન અધિનિયમ- 2006 કાયદા અંગે તેમજ પોક્સોનાં કાયદા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
(ચિંતન વાગડીયા)
સરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત બાળલગ્ન અધિનિયમ-૨૦૦૬ કાયદા અંગે તેમજ પોક્સોના કાયદા અંગે જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં pbsc કાઉન્સેલર રિંકલબેન મકવાણા, ટાઉન પોલીસ સ્ટેશનમાંથી એએસઆઈ અરવિંદભાઈ સુવેરા, ભાવનાબેન મારૂ, ગીતાબેન રબારી, મહેશભાઈ સોલંકી સહિતના કર્મયોગીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન pbsc કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા કરવા આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.