નેત્રંગના અસનાવી ગામમાંથી ડીઝલ ચોરી કરનાર શખ્સ ઝડપાયો.
ભરૂચ એસઓજીની ટીમ નેત્રંગ તાલુકામાં એ.ટી.એસ.ચાર્ટર મુજબની કામગીરીમાં નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી,દરમ્યાન નેત્રંગ તાલુકાના નેત્રંગ-રાજપારડી રોડ પર આવેલ અસનાવી ગામના પાદરે રહેતો હરેશ મનુ વસાવા તેના ધરની બાજુમાં ઓરડીમાં તેમજ બાજુના મકાનમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની બાતમી આધારે રેડ કરતા અલગ અલગ બેરલમાં ભરેલ શંકાસ્પદ ૧૫૨૦ લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો,પોલીસે હરેશ મનુ વસાવાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ડીઝલ ના જથ્થા પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે તેની ધરપકડ કરી રૂપિયા ૧,૩૬,૮૦૦/= ડીઝલ નો જથ્થો સહિત અંગઝડતી કરાતા મોબાઇલ નંગ ૧ કિંમત રૂપિયા ૫૦૦૦/= મળી કુલ્લે રૂપિયા ૧,૪૧,૮૦૦/= નો મુદામાલ જપ્ત કરી નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
