લીંબ ગામની સીમમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપી પાડતી -લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી. - At This Time

લીંબ ગામની સીમમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપી પાડતી -લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી.


લીંબ ગામની સીમમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ની બોટલ મળી કુલ નંગ-૧૧૦૪ જેની કિ.રૂ.૧,૨૧,૪૪૦/-તથા મોબાઈલ ફોન-૧ કિ.રૂ. ૫૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૨૬,૪૪૦/-નો પ્રોહી મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢી મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી -લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી.*

લોકસભા ચુંટણી અન્વયે આચાર સંહિતા અમલમાં હોય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે સારૂ પ્રોહીબીશન તથા જુગારની તેમજ નશીલા માદક દ્રવ્યોની હેરાફેરીની પ્રવૃત્તિ આચરતા ઈસમો ઉપર અસરકારક રેઇડ કરવા અને પરિણામ લક્ષી કામગીરી કરવા માર્ગદર્શન / સુચનાઓ આપેલ હતી.
જે આધારે શ્રી,ડી.બી.વાળા પોલીસ ઇન્સપેકટર,એલ.સી.બી.અરવલ્લી-મોડાસા નાઓની નેતૃત્વમાં શ્રી. વી. ડી.વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી તથા એલ.સી.બી શાખાના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આવી પ્રોહીબીશનની હેરાફેરી/વેચાણ કરતા ઇસમોની જરૂરી હકીકતો મેળવી અસરકારક નાકાબંધી તથા પ્રોહી વોચ કરવા સુચનાઓ આપેલ જે અન્વયે એલ.સી.બી.સ્ટાફના અધિકારી/કર્મચારીઓ આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી વાહન તથા ખાનગી વાહન સાથે પ્રોહી અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા મોજે લીંબ ગામના પાટીયે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મોજે લીંબગામ આવેલ નટવરસિંહ અનોપસિંહ ચૌહાણ રહે.લીંબ તા.બાયડ જી. અરવલ્લીનાઓના પોતાના ખેતરમાં આવેલ ઓરડીમાં એક ઇસમ નામે રણછોડસિંહ ઉમેદસિંહ ચૌહાણ રહે.અણખોલ તા. તલોદ જી.સાબરકાંઠાવાળાએ ગેરકાયદેસર અને વગરપાસ પરમીટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી સંતાડેલ છે.અને સદર મુદ્દામાલને સગેવગે કરવાની તૈયારીમાં છે તેવી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ લીંબ ગામની સીમમાં સદરી ઘરે જતા એક ઇસમ હાજર હોય સદરી ઈસમનુ નામ પુછતા પોતે પોતાનું નામ રણછોડસિંહ ઉમેદસિંહ ચૌહાણ ઉ.વ.૨૭ રહે.અણખોલ તા.તલોદ જી.સાબરકાંઠાનો હોવાનું જણાવેલ જેથી સદરીને સાથે રાખી ઓરડીમાં તપાસ કરતા ઓરડીની અંદર જોતા ખાખી કલરના પુંઠાના બોક્સ (ખોખા) પડેલ જે ખોખા ઉપર જોતા અંગ્રેજીમાં ઓફીસર ચોઇસ ક્લાસીક વ્હીસ્કી -લાલ અક્ષરે લખેલ હોય જે ખોખા વિદેશી દારૂના ભરેલ હોવાનું જણાયેલ જે વિદેશીદારુ ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે ખેતરની ઓરડીમાં સંતાડી રાખેલ હોઈ જે ગણી જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની આખી પેટી કુલ-૨૩ બોટલ કુલ-૧૧૦૪ કિ.રૂ. ૧,૨૧,૪૪૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧,૨૬,૪૪૦/-નો મુદામાલ કબ્જે કરી સદર બાબતે આંબલીયારા પો.સ્ટે માં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :-

(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની આખી પેટી કુલ-૨૩ બોટલ નંગ-૧૧૦૪ જેની કિ.રૂ.૧,૨૧, ૪૪૦

/- તથા મોબાઈલ ફોન કિ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૬,૪૪૦/-નો પ્રોહી મુદામાલ

પકડાયેલ આરોપીઓ:-

(૧) રણછોડસિંહ ઉમેદસિંહ ચૌહાણ ઉ.વ.૨૭ રહે. અણખોલ તા.તલોદ જી.સાબરકાંઠા

વોન્ટેડ આરોપીઓ:-

(૧) મો.નં.૯૯૧૩૨૭૭૩૯૦ વાળો એક મહેશભાઈ નામનો ઇસમ તથા

(૨) મહેશભાઈ ગઢવી નામના પોલીસ વાળા

(3) અરવીંદસિંહ બળવંતસિંહ ચૌહાણ રહે,અણખોલ તા.તલોદ જી.સા.કાં.

(૪) જગદીશ રાવળ જેના બાપના નામની ખબર નથી રહે.લીંબ તા.બાયડ જી.અરવલ્લી,
(૫) આઈસર ગાડીનો ચાલક નામઠામ જણાયેલ નથી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.