રાજકોટમાં પાન - મસાલાના ચાર વેપારીઓને જી.એસ.ટી.ના દરોડા - At This Time

રાજકોટમાં પાન – મસાલાના ચાર વેપારીઓને જી.એસ.ટી.ના દરોડા


રાજ્યના રાજકોટમાં GST વિભાગના અધિકારીઓના દરોડા પડ્યા છે. રાજકોટના પાન-મસાલાના હોલસેલના વેપારીઓની ચાર પેઢીમાં જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે રાજકોટના મવડી વિસ્તારમાં પી પટેલ એજન્સી, કરણપરામાં રાજકમલ એજન્સી - અલ્કા સેલ્સ - જેનીશ સેલ્સ સહિતની એજન્સીઓમાં GST વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે.
પ્રાથિક અહેવાલ અનુસાર તમામ પેઢીઓની ઓફિસોમાં, ઘરોમાં, ગોડાઉનમાં દરોડા પડ્યા છે. તો બીજી તરફ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અચાનક GST વિભાગના દરોડા પડ્યાની જાણ બાદ અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ GST વિભાગે કરણપરા વિસ્તારમાં દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દરોડામાં મોટી સંખ્યામાં અધિકારીઓ જોડાયા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image