વાગરા: તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલન યોજાયું, મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા.. - At This Time

વાગરા: તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલન યોજાયું, મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા..


વાગરા: તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલન યોજાયું, મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા..

વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિલ્પી હોટલના પ્રાંગણમાં ભરૂચ જિલ્લા પ્રમુખની હાજરીમાં કાર્યકર સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ સમિતિમાં મોટા ભાગે તાલુકા પ્રમુખોની બદલી કરવામાં આવી હતી. જે અંતર્ગત વાગરા તાલુકાના નવા પ્રમુખ તરીકે આસિફ પટેલ (ખોજબલ) ની નિયુક્તિ કરવામાં આવી હતી. પાર્ટીને વધુ મજબૂત બનાવવાના હેતુસર કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખના આદેશ અનુસાર જિલ્લામાં અનેક જગ્યાએ કાર્યક્રમો આયોજિત કરાઈ રહ્યા છે. જે અંતર્ગત વાગરા સ્થિત શિલ્પી હોટલના પતાંગણમાં તાલુકા કોંગ્રેસ સમિતિનો કાર્યકર સંમેલનનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પધારેલ મહેમાનોનું ફુલહાર થકી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર એકબાદ એક કોંગી આગેવાનોએ પાર્ટીને કઈ રીતે આગળ ધપાવી શકાય, પાર્ટીને વધુમાં વધુ મજબૂત કઈ રીતે કરી શકાય, કઈ રીતે લોકોને પાર્ટીમાં જોડી શકાય તે અંગે ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કર્યું હતું.

ઉક્ત કાર્યકર સંમેલનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ યુનુસ અમદાવાદી, દક્ષીણ ગુજરાતના પ્રભારી ઉષા બેન રાયડુ, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, કોંગી આગેવાન સુલેમાન પટેલ, વાગરા તાલુકાના પ્રમુખ આસિફ પટેલ, પૂર્વ પ્રમુખ મૈયુદ્દીન બાજી, સામાજિક આગેવાન મહંમદઅલી પટેલ (શિલ્પી), ઝાબિર મુન્શી, સુરેશ પરમાર, ઝાકીર મુન્શી, ઇમરાન રાજ, આદિલ રાજ, શકીલ રાજ, અક્ષય પટેલ, હશન ભટ્ટી, ઝાકીર પટેલ (વોરાસમની), સાદિક પટેલ (ભેંસલી), ઐયુબ ભાઈ (કલમ), ગુલઝાર હાફેજી, વાસીમ શહેરી સહિતના કોંગી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટર સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image