સામાજિક સંસ્થાએ આપેલી છાશ પીધા બાદ એકાએક તબિયત લથડી, એક બાળકને ICUમાં ખસેડવાની ફરજ પડી - At This Time

સામાજિક સંસ્થાએ આપેલી છાશ પીધા બાદ એકાએક તબિયત લથડી, એક બાળકને ICUમાં ખસેડવાની ફરજ પડી


રાજકોટ શહેરમાં 17 એપ્રિલની મોડી રાત્રિના ફૂડ પોઇઝિંગની ઘટના સામે આવી છે. ભવાનીનગર વિસ્તરમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ બાળકોને ઊલટી થવા લાગી હતી. લગભગ 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના સમયે 15 જેટલાં બાળકોને પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જે પૈકી એક બાળકને વધુ અસર હોવાથી તેને ICUમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image