કેવડિયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જતાં ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત, ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા અને કોંગ્રસ અને આપના કાર્યકરોને કરાયા નજરકેદ, કેવડીયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ નો રાજકીય સ્ટંટ : મનસુખ વસાવા
ગુજરાતના કેવડીયામાં બે આદિવાસી યુવાનોની હત્યા થઇ હતી. જેના લઈ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જવા રવાના થયેલા ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે દેડીયાપાડા ખાતે અટકાયત કરી હતી આ દરમિયાન ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે બે જણને માર્યા છે અને કાલે 10 જણને મારવામાં આવશે તો શું અમારે ઘરમાં જ બેસી રહેવાનું? અમને ન્યાય જોઈએ છે માટે અમે કેવડિયા જવાના છીએ. અમે આ દરમિયાન કોઈપણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડ્યું. અમે શાંતિપૂર્ણ કાર્યક્રમો કરીએ છીએ
FIR માં એજન્સીના માલિકનું અને નોડલ અધિકારીનું નામ નાખો: ચૈતર વસાવા
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે ,અમારી એટલી જ માંગણીઓ છે કે આ ઘટનાની એફઆઇઆરમાં એજન્સીના માલિકનું નામ અને નોડલ અધિકારીનું નામ નાખો. આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે એક સામાજિક કાર્યક્રમ છે તેમાં પણ પોલીસ શા માટે તાનાશાહી રૂપે વર્તન કરી રહી છે.
અમને ન્યાય કઈ રીતે મળશે?: ચૈતર વસાવા
અમારા સમાજના લોકોને અમારી જમીન પર બાંધીને ઢોર માર મારવામાં આવે છે અને હત્યા કરવામાં આવે છે તે અમે નહીં સાંખી લઈએ. ક્યાં સુધી અમારા લોકો પર આ રીતે જુલમ કરવામાં આવશે? અમને દુઃખ થાય છે કે આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આ ઘટના પર રાજનીતિ કરી રહ્યા છે. જો અમારા જેવા ધારાસભ્યને પણ તમે નજરકેદ કરી દેશો તો અમને ન્યાય કઈ રીતે મળશે.
ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા અને
કોંગ્રસ અને આપના કાર્યકરોને કરાયા નજરકેદ.
કેવડીયામાં બે આદિવાસી યુવાનોની હત્યા થઈ હતી તેના અનુંસંધાને આજરોજ 13 ઓગસ્ટના રોજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા અને આપ તેમજ કોંગ્રેસના કાર્યકરો હાજરી આપવા જવાના હોય પોલીસ દ્વારા તેમને નજર કેદ કરવામાં આવ્યાં હતા
જ્યાં દિલીપ વસાવા એ સરકારની આદિવાસી પ્રત્યેની આવી નીતિને તાનાશાહી ગણાવી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કેવડીયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ નો રાજકીય સ્ટંટ : મનસુખ વસાવા
બીજી બાજુ સાંસદ મનસુખ વસાવા એ મીડિયા ને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આપ ના ચૈતર વસાવા એ ખોટી રીતે વાતો વહેતી કરી હતી કે આ કાર્યક્રમ માં ભાજપ ના સંસદ પણ જોડવાના છે એ બાબત ને હું સખત શબ્દ માં વખોડું છું અને મૃતકોના નામ ની પરમિશન માગી રાજકારણ રમવા જાય છે પરંતુ પોલીસે પરમિશન ન આપતા આજે એમનો રાજકીય રોટલો સેકાયો નહિ, આજે સરકારે મૃતકો ને સહાય પણ આપી તો આવી શ્રદ્ધાંજલિ અને રેલીઓ કાઢવાનો શુ અર્થ, આ માત્ર ને માત્ર રાજકીય રૂપ આપી હીરો થવા માગે છે પણ એ હવે નહિ ચાલે
સાંસદ મનસુખ વસાવાએ સમગ્ર કાર્યક્રમને આપ અને કોંગ્રેસનો રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો.
મલેક યસદાની
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.