કીસાન માધ્યમિક વિદ્યાલય ખાતે નિઃશુલ્ક સર્વ રોગોના નિદાન કેમ્પનુ આયોજન - At This Time

કીસાન માધ્યમિક વિદ્યાલય ખાતે નિઃશુલ્ક સર્વ રોગોના નિદાન કેમ્પનુ આયોજન


મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે નિશુલ્ક સર્વ રોગોના નિદાન માટે કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આમ OKC સંકુલ લુણાવાડા ખાતે 18 રોગના નિદાન માટે 18મો નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં હાડકા હૃદય કેન્સર આંખો પેટ ને લગતા રોગો સ્ત્રીરોગો જનરલ ચેકઅપ લેબોરેટરી વિભાગ eeco વિભાગ આમ વિવિધ રોગોના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું અને તેઓને નિશુલ્ક દવા વિતરણ પણ કરવામાં આવી હતી. જ્યારે 1946 કુલ દર્દીઓએ આ મેડિકલ કેમનો લાભ લીધેલ છે. ગુજરાતની ખ્યાતનામ હોસ્પિટલો જેવી કે ચાલ હોસ્પિટલ અમદાવાદ એપોલો હોસ્પિટલ અમદાવાદ શાયોના હોસ્પિટલ અમદાવાદ હોસ્પિટલ વડોદરા સતકેવલ હાઈ હોસ્પિટલ સારસાપુરી જીગર આઇ હોસ્પિટલ હાલોલ ના નિષ્ઠા ડોક્ટરોઓ હાજર રહી અને સેવા આપી હતી.

જયારે યોજાયેલા આ મેડિકલ કેમ્પમાં લિંકન ફાર્માસ્યુટિકલ કંપની અમદાવાદ પોસ્ટકોન હેલ્થ કેર રુસા ઇનોવેશન્સ માંથી નિશુલ્ક દવાઓ ઉપલબ્ધ થવા પામેલ હતી અને શાળાના પ્રમુખશ્રી મૌલિકભાઈ કે પટેલ સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સદર કેમ્પ યોજવામાં આવ્યો હતો જે કેમ્પમાં શાળાના તમામ શિક્ષક મિત્રોએ પોતાની સેવા પૂરી પાડેલ છે.જ્યારે આ કેમ્પમાં મહીસાગર જિલ્લાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી અને આ કેમ્પનો લાભ લીધો હતો

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.