દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો માટે મતદાન જાગ્રુતિ કાર્યક્રમ ઉર્જા તાલિમ કેન્દ્ર બાલાશિનોર ખાતે યોજાયો - At This Time

દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો માટે મતદાન જાગ્રુતિ કાર્યક્રમ ઉર્જા તાલિમ કેન્દ્ર બાલાશિનોર ખાતે યોજાયો


આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ યોજાવાની છે ત્યારે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીમાં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા કલેકટર નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ સંચાલિત ઉર્જા તાલિમ કેન્દ્ર બાલાશિનોર ખાતે મતદાન જાગ્રુતિનુ આયોજન કરવામાં આવ્યું હતું. ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો તથા ૮૫ વર્ષથી વધુની વય ધરાવતા વયોવૃદ્ધ મતદારોને મતદાન મથક પર ઉપલબ્ધ થતી સુવિધાઓ તેમજ સક્ષમ મોબાઈલ એપ પર ઉપલબ્ધ સુવિધાઓ જેવીકે, ફોર્મ-૮ દ્વારા દિવ્યાંગ મતદાર તરીકે ફ્લેગિંગ, મતદાન મથક પર વ્હીલચેરની સુવિધા, સહાયકની સુવિધા, ફોર્મ ૧૨ ડી ની સુવિધા, મતદાન મથક પર રેમ્પ, પીવાનું પાણી વગેરે વિશે માહિતગાર કરીને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા દિવ્યાંગ મતદારોને 'હું મતદાન કરીશ' તે અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવીને મતદાન અવશ્ય કરવું જ જોઈએ તે અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
ઉપરાંત ઈ. વી. એમ. નિર્દશન કરાવીને ડેમો વોટ કરાવ્યા તથા મતદાન અવશ્ય કરવું જ જોઈએ તે અંગે દિવ્યાંગ મતદારોએ અન્ય મતદારોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહીસાગર, નાયબ મામલતદાર, ચૂંટણી શાખા, બાલાશિનોર, પ્રોબેશન ઓફિસર, સમાજ સુરક્ષા, સંસ્થાના કર્મચારીઓ અને બાલાશિનોર તાલુકાના દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.