બહેને પૈસા આપવાની ના પાડતાં ભાઈએ સ્કુટીમાં તોડફોડ કરી મારી નાંખવાની ધમકી આપી
રામનાથપરામાં ગરૂડ ગરબી પાસે રહેતી મહિલાએ પૈસા આપવાની ના પાડતાં તેના સગા ભાઈએ સ્કુટીમાં તોડફોડ કરી મારી નાંખવાની ધમકી આપતા એ.ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે રામનાથપરામાં ગરૂડ ગરબી પાસે જુમ્મા મસ્જિદ રોડ પર રહેતી સાહીસ્તા અબ્દુલ રસીદભાઇ ઠેબા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહમદ હુસેન અબ્દુલ રસીદ ઠેબાનું નામ આપી જણાવ્યું હતું કે, તેણી તેના માતા તથા ભાઇ મોહમદહુસૈન અબ્દુલ સાથે રહી ઘરકામ કરે છે.
ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ તેણી ઘરે હતી.
ત્યારે ભાઈ મોહમદહુસૈન ઘરે આવેલ અને જમીને તેણી પાસે પૈસા માંગવા લાગેલ જેથી તેમને કહેલ કે, મારી પાસે પૈસા નથી જેથી તે ઉશ્કેરાઇ ગયેલ અને કહેવા લાગેલ કે, મને પૈસા આપો નહી તો તમને જાનથી મારી નાંખીશ તેમ કહી રસોડામા રહેલ ઘરવખરીનો સામાન ફેકવા લાગેલ અને ફળિયામાં પડેલ સ્કુટી પેપમાં લાકડી તથા પથ્થર વડે મારવા લાગેલ અને તોડી નાખી આશરે રૂ.12 હજારનું નુકશાન પહોંચાડેલ હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એચ.એન. જેઠવા અને સ્ટાફે આરોપીને પકડવા તજવીજ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
