ભાવનગર રેલ્વે ડીવીઝનના 5 રેલ્વે કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનીત કરાયા - At This Time

ભાવનગર રેલ્વે ડીવીઝનના 5 રેલ્વે કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનીત કરાયા


ભાવનગર રેલ્વે ડીવીઝનના 5 રેલ્વે કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનીત કરાયા

વેસ્ટર્ન રેલ્વે ભાવનગર ડિવિઝનના 5 રેલ્વે કર્મચારીઓનું જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2022-23 દરમિયાન કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ડિવિઝનના ત્રણ રેલવે કર્મચારીઓ નિલેશ બારૈયા (ડેપ્યુટી સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ-સિહોર), રાહુલ માલવી (પી. મેન – લાઠીદડ) અને ચન્દ્ર પ્રકાશ સિન્હા (પી. મેન – ઢસા જંક્શન)ને ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મેરિટ પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની સાથે અન્ય બે કર્મચારીઓ છોટૂ કુમાર સાહ, મુખ્ય ગાડ઼ી નિયંત્રક (CTNL) અને પ્રશાંત ઉમાદતભાઇ બાજપાઈ (HTNC) ને અભિનવ જેફ, વરિષ્ઠ મંડલ પરિચાલન પ્રબંધક દ્વારા ગુડ્સ લોડિંગ પેસેન્જર ટ્રેનનું સંચાલનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મેરિટ પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમણે કર્મચારીઓને તેમના કાર્યની પ્રશંસા કરીને પ્રોત્સાહિત કર્યા હતા.
ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલે સન્માનિત રેલ્વે કર્મચારીઓને અભિનંદન પાઠવતા, સલામતી સંબંધિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરવા અને તેમની સમજણ અને તત્પરતાથી કોઈપણ પ્રકારના રેલ્વે અકસ્માતને રોકવા માટે તૈયાર રહેવા પ્રોત્સાહિત કર્યા.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.