માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી અરવલ્લીના અધ્યક્ષ સ્થાને બદલી વિદાય સમારંભ યોજાયો. - At This Time

માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી અરવલ્લીના અધ્યક્ષ સ્થાને બદલી વિદાય સમારંભ યોજાયો.


માલપુર તાલુકાની જાલમખાંટના મુવાડા (પટેલવાસ) પ્રાથમિક શાળામાં 15 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ કીર્તિદાબેન જયંતીલાલ ની બદલી થતા વિદાય સન્માન સમારંભ તાજેતરમાં જાલમખાંટના મુવાડા પટેલ વાસ પ્રાથમિક શાળામાં યોજાયો હતો જે પ્રસંગે માનનીય ડીપીઓ સાહેબ શ્રી અરવલ્લી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જિલ્લા કોષાધ્યક્ષ, જિલ્લા અરવલ્લી ટીચર્સ મંડીના ચેરમેન, ગામના સરપંચ, બી.આર.સી સાહેબ સી.આર.સી બહેન તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં સાલ શ્રીફળ મોમેન્ટ આપી બેનને વિદાય આપવામાં આવી. કર્મનિષ્ઠ બહેન ની બદલી થતાં ગ્રામજનો, બાળકો શિક્ષકો ભાવુક થઈ ગયા હતા. બહેન તરફથી તમામ બાળકોને બેગ આપવામાં આવી હતી. અને બહેન તરફથી ગામજનો અને બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.

રિપોર્ટ-કનુ કરણ વાળંદ અરવલ્લી મોડાસા


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image