નવા કટારીયા પ્રાથમિક શાળામાં ૭૪ માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ
આજરોજ ભચાઉ તાલુકાની જંગી ગ્રુપની નવા કટારીયા પ્રાથમિક શાળામાં ૭૪ માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ આ પ્રસંગે ગામના સરપંચ હંસાબેન સાધુ દ્વારા ધ્વજ લહેરાવ્યો હતો અને ઉપસ્થિત સૌ લોકોએ માન આપતા ધ્વજ વંદન કર્યું હતું. આ રાષ્ટ્રીય તહેવાર પ્રસંગે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિ પ્રોગ્રામ કરી પ્રસંગ ને દીપીઉઠાવ્યો હતો જેમાં શુભ દિન આયો, સંદેશ આતે હૈ, દિલ હે છોટા સા, મમ્મી હું તારો, ભારત કી બેટી વગેરે ગીત પર નૃત્ય કરી ઉપસ્થિત સૌ કોઈને દેશભક્તિના રંગમાં રંગી દીધાં હતાં સાધુ બિહારીલાલ ભાઈ પ્રસંગને અનુરૂપ શાબ્દિક શબ્દો કહ્યા હતા ગામ જનો અને શિક્ષકે ફાળો આપ્યો હતો તેમાં શાળાના બાળકોને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા
જેમાં શાળાના મુખ્ય શિક્ષક ભરતભાઈ દરજી તેમજ મદદનીશ શિક્ષક હેતલબેન પટેલ અને વિશાલભાઈ ગોહિલ ભારે જહેમત ઉઠાવી હતી
આભાર વિધિ શાળાના મુખ્ય શિક્ષક ભરતભાઈ દરજી કરી હતી અને કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કર્યો હતો
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.