સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જ્યંતી ની ભવ્યાતિભવ્ય થશે ઉજવણી.હનુમાન જ્યંતીની ઉજવણીને લઈ મંદિર વિભાગ દ્વારા 21 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી અન્નકૂટ, 54 ફૂટ ની પ્રતિમાએ લાઈટીંગ શો, મહા આરતી, ડાયરો, છડી પૂજન, કેક કટીંગ સહિત અલગ અલગ કાર્યક્રમોનું કરવામાં આવ્યું છે આયોજન. - At This Time

સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જ્યંતી ની ભવ્યાતિભવ્ય થશે ઉજવણી.હનુમાન જ્યંતીની ઉજવણીને લઈ મંદિર વિભાગ દ્વારા 21 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી અન્નકૂટ, 54 ફૂટ ની પ્રતિમાએ લાઈટીંગ શો, મહા આરતી, ડાયરો, છડી પૂજન, કેક કટીંગ સહિત અલગ અલગ કાર્યક્રમોનું કરવામાં આવ્યું છે આયોજન.


સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર એટલે શ્રદ્ધા નું બીજું ધામ માનવામાં આવે છે. વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર આગામી ૨૩ એપ્રિલના રોજ હનુમાન જયંતિ હોઈ જેને લઈ મંદિર વિભાગ દ્વારા તડામાર ત્યારીઓઓ ચાલી રહી છે .જેમાં ૨૧ એપ્ર્રીલના રોજ રાજોપચાર પૂજન તેમજ ૨૨ એપ્રિલના રોજ સવારે ૧૧ કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ ,સાજે ૪ કલાકે ૫૪ ફૂટની કિગ ઓફ સાળંગપુરની મૂર્તિને ૫૦૦૦ કિલો પુષ્પ નો અભિષેક ,ડાંસ નું આયોજન .સાજે ૭ .૩૦ કલાકે અગ્નિ પૂજા અને મહા આરતી ,ભવ્ય આતિશબાજી ,લાઈટીગ શો તેમજ ૨૩ એપ્રિલના રોજ સવારે ૫ કલાકે મંગળા આરતી ,સવારે ૭ કલાકે મારુતિ યજ્ઞ ,કેક કટીગ ,છડી પૂજન ,અન્નકૂટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે જેને લઈ મદિર ખાતે ત્યારીઓ ચાલી રહી છે .ઉનાળો હોઈ અને તડકાને લઈ પણ હરિભક્તોને તકલીફના પડે તેના માટે પણ છાસ ,સરબત ,પાણીના પરબ સહિતની વ્યવસ્થા મદિર વિભાગ દ્વારા કરવામાં આવેલ છે

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.