આણંદ જૂના બસ સ્ટેશનમાં બપોરે એસટી બસો અટકાવી છાત્રોએ હોબાળો મચાવ્યો - At This Time

આણંદ જૂના બસ સ્ટેશનમાં બપોરે એસટી બસો અટકાવી છાત્રોએ હોબાળો મચાવ્યો


આણંદ ગંભીરા બસની 1 કલાક સુધી રાહ જોયા બાદ વિદ્યાર્થીઓ વિફર્યા

ચાલકે વિદ્યાર્થી પર એસટીબસ ચઢાવવાનો પ્રયાસ કરતાં મામલો બિચક્યો, શહેર પોલીસ દોડી આવી

આણંદ જૂના બસ સ્ટેશનમાં બપોરે ગંભીરા, આંકલાવ પંથકના 300થી વધુ વિદ્યાર્થીઓ એસટીબસની રાહ જોઇને ઉભા હતાં. બપોરના સમયે માત્ર એક આણંદ ગંભીરા રૂટની એસટીબસ ખોટકાઇ જતાં છાત્રોએ બીજી બસ મુકવાની માગ કરી હતી. આ સમયે શીડ્યુલ ટાઇટ હોવાથી વ્યવસ્થા ન થતાં વિદ્યાર્થીઓ બસની આગળ બેસીને એસટીબસો અટકાવતાં મામલો ગરમાયો હતો. તે સમયે ડ્રાઇવરે એસટીબસ ચાલુ કરીને વિદ્યાર્થી પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપથી વિદ્યાર્થીઓ ડેપો મેનેજરની ઓફિસમાં ઘુસી ગયા હતા. આખરે આણંદ શહેર પોલીસે મામલો થાળે પાડ્યો હતો.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.