રાજકોટ નવા થોરાળામાં થયેલ ખોટી ફરીયાદ ધ્યાને ન લેવા અને તટસ્થ તપાસ કરવા કમિશનરને રજૂઆત.
રાજકોટ શહેર તા.૧૪/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર નવા થોરાળા મેઈન રોડ રામાપીર મંદીર વાળી શેરીના લતાવાસીઓ છીએ અમારી અરજીની હકીકત ટુંકમા નીચે મુજબ છે. રાજકોટ નવા થોરાળા મેઈન રોડ રામાપીર મંદીર વાળી શેરીમાં ગઈ તા.૧૧/૪/૨૦૨૫ ના રોજ રાત્રીના ૧૦-૩૦ કલાકની આસપાસ હરેશભાઈ કાનાભાઈ પરમાર, હરેશભાઈ કાનાભાઈ પરમારનો ભત્રીજો, તથા નિલેશભાઈ માવજીભાઈ પરમાર અને એક અજાણ્યો શખ્સ બધા રહે-ગોકુલપરા-૫, નવા થોરાળા રાજકોટ વાળા દારૂ પીધેલી હાલતમાં અમારી શેરીમાં આવી એકઠા થઈ બીભત્સ ગાળો બોલતા હોય, જેથી અમારી શેરીમાં બેઠેલા શામજીભાઈ મકાભાઈ મકવાણા તથા અન્યો ત્યાં હાજર માણસોએ આ હરેશભાઈ કાનાભાઈ પરમારને ગાળો બોલવાની ના પાડતાં આ હેરશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને જોર જોરથી ગાળો બોલી અને ઘમકીઓ આપતો હતો અને કહેતો ગયેલ કે હવે જુઓ તમારા બધાની શું હાલત કરુ છું તેમ કહી ત્યાંથી ચાલ્યા ગયેલ. ત્યારબાદ આજરોજ તા.૧૪/૪/૨૦૨૫ ના રોજ " સંદેશ " ન્યુઝ પેપરમાં સમાચાર વાંચેલ કે આ હરેશભાઈ કાનાભાઈ પરમારે નિર્દોષ માણસોને સંડોવી દેવા માટે લુંટની તથા રાયોટીંગની ખોટી અરજી આપેલ છે તેમજ બનાવ સમયે આ કેવલ સોંદરવા ત્યાં હાજર જ ન હતો તેમ છતાં તેનુ નામ પણ ન્યુઝ પેપરમાં જણાવવામાં આવેલ છે. લુંટનો કે રાયોટીંગનો કોઈપણ બનાવ બનેલ જ ન હોવા છતાં આ હરેશભાઈ કાનાભાઈ પરમારે તેમનો કોઈ અંતિમ ઈરાદો પાર પાડવા માટે તથા નિર્દોષ લોકોને આવા ગંભીર ગુનામાં સંડોવી દેવા માટે ખોટી ફરીવાદ આપેલ છે. જેથી આપ પોલીસ કમિશનર ને અરજ કરવાની કે અમો ઉપરોકત લતાવાસીઓની અરજી ધ્યાને લઈ આ કામમાં તટસ્થ તપાસ કરવા નમ્ર અરજ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
