સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ભાજપ દ્વારા લોકસભા ઉમેદવાર ચંદુભાઈ શીહોરાના સમર્થનમાં સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત કોળી સમાજની બેઠક યોજાઈ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો અને સામાજિક લોકો જોડાયા હતા, કેબિનેટ મંત્રીએ તળપદા કોળી સમાજની નારાજગી મામલે આપી પ્રતિક્રિયા. - At This Time

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ભાજપ દ્વારા લોકસભા ઉમેદવાર ચંદુભાઈ શીહોરાના સમર્થનમાં સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત કોળી સમાજની બેઠક યોજાઈ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો અને સામાજિક લોકો જોડાયા હતા, કેબિનેટ મંત્રીએ તળપદા કોળી સમાજની નારાજગી મામલે આપી પ્રતિક્રિયા.


લોકસભા ચુંટણીનો પ્રચાર પ્રસાર હાલ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે આજરોજ 27 એપ્રિલના સાંજના સમયે સુરેન્દ્રનગર લોકસભા બેઠક વિસ્તારના ધંધુકા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા બોટાદ જિલ્લાના રાણપુર ખાતે રવિરાજ હોટલ પાસે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ના અધ્યક્ષસ્થાને સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત કોળી સમાજની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ શંકરભાઈ વેગડ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિતના તાલુકા જિલ્લા શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં સમસ્ત કોળી સમાજના યુવાનો મહિલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા જેઓને આગેવાનો દ્વારા ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી, તો કાર્યક્રમના અધ્યક્ષ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સર્વે સમાજ ભાજપ સાથે રહેશે અને ગુજરાતની તમામ 26 બેઠકો પર ભવ્ય જીત અપાવશે જેમાં એક બેઠક બિનહરીફ થયા બાદ અન્ય બાકી 25 બેઠકો પર સર્વે સમાજ બહુમતીથી ભાજપને જીતાડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે ચૂંવાળીયા કોળી સમાજના ઉમેદવારને ઉમેદવાર જાહેર કરતાં તળપદા કોળી સમાજમાં નારાજગી સાથે વિરોધ જોવા મળ્યો હતો એ બાબતે તેઓએ જણાવ્યું હતું કે હું આજે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારની સમસ્ત સમાજની બેઠકમાં જોડાયો હતો ક્યાંય પણ કોઈનો વિરોધ કે નારાજગી નથી સમસ્ત કોળી સમાજ ભાજપ સાથે રહેશે અને બહુમતીથી વિજય બનાવશે તેવી પ્રતિક્રિયા આપી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.