માંગરોળ તાલુકા ના શાપુર ગામ ના કાજલ બહેન કામરીયા એ MRS માં પ્રથમ ક્રમાંક મેળવી ને સમગ્ર વિસ્તાર અને કોળી સમાજ નું ગૌરવ વધાર્યું છે - At This Time

માંગરોળ તાલુકા ના શાપુર ગામ ના કાજલ બહેન કામરીયા એ MRS માં પ્રથમ ક્રમાંક મેળવી ને સમગ્ર વિસ્તાર અને કોળી સમાજ નું ગૌરવ વધાર્યું છે


આજ રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો જેમાં માંગરોળ તાલુકા ના શાપુર ગામના અને કોળી સમાજ નું ગૌરવ.
શાપુર ગામના વતની એવા કામરીયા કાજલબેન હરદાસભાઈ , કે જેઓ MRS વિષયમાં સમગ્ર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રથમ આવતા આજે સાંદિપની આશ્રમ પોરબંદર ખાતે યોજાયેલ સમારોહમાં શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ રમેશભાઈ ધડુક ની હાજરીમાં કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર પંથકનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

મહિલા શિક્ષણ એમજ કોળી જ્ઞાતિ માં આવા નાના ગામ ના બહેન ની સફળતા માટે સમગ્ર કોળી સમાજ ગૌરવ ની લાગણી અનુભવી રહ્યો છે અને કાજલ બેન ને વધુ સફળતા મળે એવી શુભકામના

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.