સ્ટાર ચેમ્બર્સ પાસેથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પંટર ઝડપાયો
સ્ટાર ચેમ્બર્સ પાસેથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પંટર મિતને પકડી પાડ્યા બાદ પીસીબીની ટીમે બુકીના નામ પણ ખોલ્યા હતાં. વન્ડર મોબાઈલ વાળા સવાણી બંધુએ રૂ.20 હજાર લઈ આઈડી આપી હતી.
દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મયુર પલારીયા, કોન્સ્ટેબલ હિરેન સોલંકી અને નગીન ડાંગરને પારસી અગીયારી ચોક પાસે સ્ટાર ચેમ્બર પાસે ફૂટપાથ પર ઉભેલ મીત ભીમજીયાણી નામનો શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં આઇપીએલ સીરિઝમાં ચાલતી ક્રિકેટ મેચ ઉપર જુગાર રમે છે, તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ નામ પુછતા પોતે પોતાનુ નામ મીત સંજય ભીમજીયાણી (ઉ.વ.24, ધંધો. અભ્યાસ (રહે.નવલનગર શેરી નં.2 મવડી મેઈન રોડ) હોવાનું જણાવ્યું હતું.
પીસીબીની ટીમે તેની પાસે રહેલ મોબાઇલ ફોન જોતા ઓન સ્ક્રીન ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં jordan247.io નામની આઇ.ડી. જોવામાં આવેલ જેમાં સનરાઇઝ હૈદરાબાદ વિરૂધ્ધ મુંબઇ ઇન્ડીયન્સ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપરનો સોદો કરેલનુ જોવામાં આવેલ હતું.
જે બાબતે આરોપીએ જણાવેલ કે, પોતે ક્રિકેટ મેચ ઉપર હારજીતના રન ફેરના સોદાઓ કરી જુગાર રમે છે. તેમજ આઇડી બાબતે પુછપરછ કરતા જણાવેલ કે, પોતે રામકૃષ્ણ ડેરી પાસે આવેલ વન્ડર મોબાઈલ વાળા સુનિલ સવાણીને ડીપોઝીટ રૂ.20 હજાર આપ્યા બાદ પોતાને આ જુગાર રમવાની આઈડી સુનિલના ભાઈ ચીન્ટુ સવાણીએ આપેલ હોવાની કબૂલાત આપી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
