સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર બી.ડીવિઝન વિસ્તારમાં એક ઇસમને ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૩૦ સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી……. - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર બી.ડીવિઝન વિસ્તારમાં એક ઇસમને ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૩૦ સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી…….


સાબરકાંઠામાં-:
પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગનાઓએ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી કરવા તથા આગામી ઉતરાયણના તહેવાર અન્વયે નોન બાયોડિગ્રેડેબલ હોય તેવી ચાઇનીઝ દોરીના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય.જે અન્વયે પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ આપેલ સુચના અન્વયે એસ.ઓ.જી.સ્ટાફ હિંમતનગર બી.ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો..

તે દરમ્યાન સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ કેશરીસિંહ તથા નિકુંજકુમાર નરસિંહભાઈનાઓને ચાઇનીઝ દોરી બાબતે મળેલ સંયુક્ત ખાનગી બાતમી હક્તિ અન્વયે હિંમતનગર પોસ્ટ ઓફીસની બાજુમાં આવેલ શક્તિ ફરસાણ હાઉસ નજીક ઓડ વાસમાં જવાના રસ્તા ઉપરથી આરોપી અંક્તિ મનોજભાઇ દંતાણી ઉ.વ.-૨૧,રહે.હિંમતનગર પોસ્ટ ઓફીસની બાજુમાં,ઓડ વાસ, હિંમતનગર,તા.હિંમતનગર,જી.સાબરકાંઠાવાળાના કબજા ભોગવટામાંથી ચાઇનીઝ દોરી ફીરકી નંગ-૩૦ કિ.રૂ.૯,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં સદરી આરોપી વિરૂધ્ધ હિંમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.ખાંટ,..એસ.ઓ.જી.,આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર રામજીભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ કેસરીસિંહ,અપેન્દ્રસિંહ નટવરસિંહ,નિકુંજકુમાર નરસિંહભાઇ,રોહિતકુમાર બાબુભાઇ,ડ્રાઇવર પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરતાનસિંહ જગતસિંહ.

રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાથે
આબીદઅલી ભૂરા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.