બરવાળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ માટેની સમયમર્યાદા તા.૩૦ મી જુન સુધી લંબાવાઇ - At This Time

બરવાળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ માટેની સમયમર્યાદા તા.૩૦ મી જુન સુધી લંબાવાઇ


બોટાદના બરવાળા તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે પ્રવેશ-૨૦૨૨ ના પ્રવેશસત્રની ઓનલાઇન પ્રવેશની કામગીરી હાલ શરૂ છે. ઉક્ત તાલીમ સંસ્થા ખાતે ઇચ્છુક ઉમેદવારો પ્રવેશ લઇ શકે તે હેતુસર ઓનલાઇન ફોર્મ ભરવાની તા.૩૦/૦૬/૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે. સંસ્થા ખાતે કચેરી સમય દરમિયાન વિના મૂલ્યે પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં-૮૫૧૧૨૧૬૭૧૧ અને ૯૫૩૭૩૮૧૦૫૧ ઉપર સંપર્ક સાધવા બરવાળાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના આચાર્યશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.