સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદમાં સિંધી સમાજ ના ઈષ્ટદેવ ઝુલેલાલજી ની જન્મતિથિએ ભવ્ય શોભા યાત્રા સાથે ઉજવણી કરવામાં આવી. - At This Time

સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદમાં સિંધી સમાજ ના ઈષ્ટદેવ ઝુલેલાલજી ની જન્મતિથિએ ભવ્ય શોભા યાત્રા સાથે ઉજવણી કરવામાં આવી.


તારીખ ૧૦ એપ્રિલ ૨૦૨૪ ના રોજ ગુજરાતના અમદાવાદ સહિત જુદાજુદા જિલ્લાઓ અને શહેરો માં વસતા સિંધી સમાજ તરફથી ચેટીચાંદ ના તહેવાર નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી,

અમદાવાદ ના બે મુખ્ય વિસ્તારો મણીનગર અને કુબેરનગર જેમાં મોટી સંખ્યામાં સિંધી પરિવારો વર્ષો થી વસેલા છે અને વસવાટ સાથે ધંધા રોજગાર પણ વિકસાવેલ છે,

ચેટીચાંદ ના તહેવાર નિમિતે મણીનગર વિધાનસભા વિસ્તારમાં મણીનગર ઝઘડિયા પુલ નીચે આવેલ મંદિર બહાર પ્રસાદી વિતરણ સાથે મણીનગર રેલ્વે સ્ટેશન પાસે, મણીનગર સિંધી માર્કેટ બહાર , મણીનગર ક્રોસિંગ પાસે, દક્ષિણી ચોક, જવાહર ચોક ચાર રસ્તા એમ જુદાજુદા ચોકમાં ઝુલેલાલ ની છબી ની સ્થાપના કરી અનેક પ્રકારના પ્રસાદ ( મીઠી ભાત, મીઠા કાબુલી ચણા છાસ, બ્રેડ બટર, પફ, સમોસા, કોલ્ડ્રિંકસ ) નું ભક્તોમાં મોટા પાયે વિતરણ કરવામાં આવ્યું હતું,

૧૦ એપ્રિલ ના રોજ ચેટીચાંદના તહેવાર નિમિતે D.J સાથે નીકળેલ શોભાયાત્રા રૂટ પૂર્ણ થયા બાદ સાંજે ૭:૦૦ કલાક થી મણીનગર કાંકરિયા ઝુલેલાલ પાર્ક ખાતે તમામ સિંધી પરિવાર અને ભક્તો માટે પ્રસાદ સ્વરૂપે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું સૌ કોઈ એ ચેટીચાંદ નો પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો,

ચેટીચાંદ ના તહેવાર નિમિતે એક દિવસ અગાઉ એટલે કે ૯ એપ્રિલ ૨૦૨૪ ના રોજ મણીનગર રેલ્વે સ્ટેશન સામે રાજરત્ન આર્કેડ ની બહાર પણ સિંધી સમાજ ના ઈષ્ટદેવ ઝુલેલાલજી ની જન્મ તિથિ એ પ્રસાદી રૂપે કેક કાપી મીઠી ભાત,ભાજીપાંઉ સિંધી પકોડા, ભજીયા સાથે ચટણી નું પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું,

૯ એપ્રિલ ૨૦૨૪ના રોજ મુરલીભાઈ ભોજવાણી , મહેશભાઈ અડવાણી, ચિરાગભાઈ નેહલાણી, જગદીશભાઈ મુલચંદાણી, સુનિલભાઈ બુધવાણી, અમરકાંત રાય ( મામા ) સમગ્ર મણીનગર ના અગ્રણી વેપારી મિત્રો દ્વારા પ્રસાદી આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સિંધી સમાજ ના પરિજનો સહિત અનેક સિંધી અગ્રણી મહાનુભાવો સહિત યુવકો સ્વયમ સેવા અર્થે જોડાયા હતા અને હર્ષ અને ઉલ્લાસ સાથે ચેટીચાંદનો પર્વ મનાવ્યો હતો.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.