બગોદરા પોલિસે બાતમીના આધારે 27 લાખના દારૂ ભરેલ ટ્રક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. - At This Time

બગોદરા પોલિસે બાતમીના આધારે 27 લાખના દારૂ ભરેલ ટ્રક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.


બગોદરા પોલિસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બગોદરા પોલિસ સ્ટેશનના PSI જી કે ચાવડાને બાતમી મળેલ કે ટાટા ગાડી નં. RJ - 14-GC -7829માં ચોરખાનું બનાવી ઉપર સેન્ટીંગમાં વપરાતા બ્લોક નાખી તેની આડમાં રાજસ્થાનથી ગુજરાતમાં વાયા બગોદરા થઈ રાજકોટ જનાર છે. તેથી બગોદરા પોલીસે હાઇવે પર વોચ રાખતા બાવળા બગોદરા રોડ પર આવેલ તારાપુર ત્રણ રસ્તા પર બાતમીવાળી ટ્રક દેખાતા તેને અટકાવી ડ્રાઇવરને પકડી પૂછતા તેનું નામ શિવરતન ઓમપ્રકાશ અગ્રવાલ ઉ.વ.27 રહે રામવાસકલ્લા ગામ તા. પીપરસીટી જી.જોધપુર રાજસ્થાને ઝડપી ટ્રકમાં તપાસ કરતા સેન્ટીગમાં વપરાતા બ્લોક નીચે ચોરખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની 460 પેટી મળી આવી હતી'
બગોદરા પોલીસે ટ્રક અને ટ્રકચાલક ને કબજે લઇ માલ મોકલનાર તથા માલ મંગાવનારને ઝડપી પાડવા આગળની તપાસ શરૂ કરી
પકડાયેલ મુદ્દામાલ
1) દારૂ પેટી નં.460 કિ.રૂ.2760000
2) ટાટા ગાડી નં 1 કિ.રૂ.1000000
3) મોબાઈલ નં.1 કિ.રૂા.5000
મુદ્દામાલ અને આરોપી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.