અંબાજી ખાતે વાર્ષિક મહોત્સવ (3) બાબા શ્રી ખાટુ શ્યામ ના 23 એપ્રિલના અનેકો કાર્યક્રમો - At This Time

અંબાજી ખાતે વાર્ષિક મહોત્સવ (3) બાબા શ્રી ખાટુ શ્યામ ના 23 એપ્રિલના અનેકો કાર્યક્રમો


બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા ,શ્યામ ભક્તો ,જાણીતા ભજન કલાકાર કાર્યક્રમમા જોડાશે

બાબા શ્રી ખાટુ શ્યામનો વાર્ષિક મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ શક્તિપીઠ અંબાજી ખાતે યોજાશે.રાજસ્થાન ના જયપુર નજીક આવેલા ખાટુ શ્યામ ધામના દર્શન કરવા દેશભરથી શ્યામ ભક્તો જાય છે ,ઘણાં ભક્તો અગિયારસ પણ ભરે છે, ત્યારે અંબાજી શ્યામ મિત્ર મંડળ તરફથી તારીખ 23/4/2025 ના રોજ અંબાજીના મૈત્રી અંબે ગાર્ડન મા શ્રી ખાટુ શ્યામ બાબાનો અલૌકિક દરબાર પણ સજાવવામાં આવનાર છે.આ વાર્ષિક કાર્યક્રમ મા દેશના અલગ અલગ રાજ્યોથી જાણીતા ભજન કલાકાર આવનાર છે.તમામ શ્યામ ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ છે.

શ્યામબાબાના અપાર આશીર્વાદ મેળવવા અને પુણ્યનો લાભ મેળવવા માટે, બધા શ્યામ પ્રેમીઓને તમારા પરિવાર સાથે ભજન સંધ્યા અને નિશાન યાત્રામાં હાજરી આપવા માટે હાર્દિક આમંત્રણ છે.બુધવારે વહેલી સવારથીજ અનેકો કાર્યક્રમો યોજાનાર છે.કાર્યક્રમમા પૂજા નથાની (કોલકતા) , મુકેશ દાઘીચ (સુરત) અને દિપાલી યાદવ (મધ્યપ્રદેશ) સહીત વિવિધ મહાનુભાવો આવનાર છે.

:- શ્યામ ભજન સંધ્યા અને નિશાન યાત્રા !! :-

23 એપ્રિલના રોજ સવારે 8:30 વાગે શક્તિદ્વાર થી નિશાન યાત્રા ની શરૂઆત થનાર છે, ત્યારબાદ સાંજે 7:30 વાગે ભવ્ય શ્યામ કીર્તન મૈત્રી અંબે સોસાયટી ગાર્ડન મા યોજાશે,જેમાં શ્રી ખાટુ શ્યામ બાબાનો અલૌકિક દરબાર પણ સજાવવામાં આવનાર છે. સાંજની આરતીમાં જીલ્લા પોલીસવડા ખાસ હાજર રહેનાર છે.કીર્તન પછી, બાબાનો ભોગ પ્રસાદ વહેંચવામાં આવશે.આ સાથે, શ્યામ બાબાના રસોડા (ભોજન પ્રસાદ) માટે સુંદર અને ભક્તિમય વ્યવસ્થા પણ કરવામાં આવી છે.તમામ શ્યામ ભક્તોને પરિવાર સાથે આવવા નિમંત્રણ શ્યામ મિત્ર મંડળ તરફથી આપવામાં આવ્યુ છે.આ કાર્યક્રમના આયોજક કરનેવાલા શ્યામ અને કરાનેવાલા શ્યામ છે.

:- મુખ્ય આકર્ષણ :-

ઈત્ર વર્ષા ,ભવ્ય દરબાર , છપ્પન ભોગ ,પુષ્પ વર્ષા અને અલૌકિક શ્રુંગાર

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image