બોટાદ તાલુકાના સમઢીયાળા ગામે તળાવમાં ન્હાવા પડેલા બરવાળા ના બે યુવાનો પાણીમાં ડૂબતા નિપજ્યાં કરુણ મોત, મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયા - At This Time

બોટાદ તાલુકાના સમઢીયાળા ગામે તળાવમાં ન્હાવા પડેલા બરવાળા ના બે યુવાનો પાણીમાં ડૂબતા નિપજ્યાં કરુણ મોત, મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયા


(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
આજરોજ તારીખ 23 મે 2024 ના રોજ બપોરના સમયે બોટાદ તાલુકાના સમઢીયાળા નંબર 2 ગામ ખાતે આવેલ તળાવમાં બરવાળા થી 4 યુવાનો ન્હાવા માટે પહોંચ્યા હતા જેમાંના બે યુવાનો ન્હાવા પડેલા અને બે યુવકો બહાર હતા, જેમાં ન્હાવા પડેલા બંને યુવાનોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલ છે, જેને લઈ સાથે આવેલા બે યુવાનોએ આસપાસના લોકોને જાણ કરતા બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તરવૈયાની મદદથી બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ન્હાવા આવેલા ચારેય યુવાનો મૂળ બરવાળા ના રહેવાસી જેમા 18 વર્ષથી અજય ગભાભાઇ મીર અને 18 વર્ષીય ભદ્રિક રમેશભાઈ બાવળિયાના ડૂબવાથી મૃત્યુ નિપજ્યાં છે, બોટાદ રૂરલ પોલીસે સમગ્ર મામલે હાલ તપાસ હાથ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.