રાજકોટની 5 સીટનો નકશો 5 ચાંદીનાં કમળ સાથે નરેન્દ્ર મોદીને આપતાં તેઓ ખડખડાટ હસી પડ્યા - At This Time

રાજકોટની 5 સીટનો નકશો 5 ચાંદીનાં કમળ સાથે નરેન્દ્ર મોદીને આપતાં તેઓ ખડખડાટ હસી પડ્યા


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં ઢોલ ઢબૂકી ચૂક્યાં છે. ત્યારે ગુજરાતમાં ભાજપનો કેસરિયો લહેરાવવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાને ઊતર્યા છે. આજે જયેશ રાદડિયાના ગઢ જામકંડોરણામાં ઇતિહાસમાં પહેલીવાર કોઈ વડાપ્રધાન તરીકે આવ્યા હોય તો તે નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદીનું જ્યારે સ્ટેજ પર સન્માન થઈ રહ્યું હતું ત્યારે એક સન્માન એવું પણ થયું કે જે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. રાજકોટ જિલ્લા ભાજપે 5 ચાંદીનાં કમળ સાથેનો રાજકોટની 5 સીટનો નકશો નરેન્દ્ર મોદીને ભેટમાં આપ્યો હતો અને નેતાઓએ મોદીને આ પાંચેય બેઠક પર ભાજપની જીત થશે એવું વચન આપ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદી ખડખડાટ હસતાં કેમેરામાં કેદ થયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.