રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ, આણંદમા નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન - At This Time

રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ, આણંદમા નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન


શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ, આણંદમા નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રીરામકૃષ્ણ સેવા મંડળના મંત્રી આદરણીય જ્યોત્સનાબેન પટેલ તથા આણંદના ડીઝાસ્ટર મામલતદાર ગૌરાંગભાઈ કાપડિયાએ મા અંબાની આરતી ઉતારી આ ઉત્સવમાં વધારો કર્યો હતો. શ્રીરામકૃષ્ણ સેવા મંડળની વિવિધ સંસ્થાઓના આચાર્યશ્રીઓ તથા કો-ઓર્ડીનેટરે પણ હાજરી આપી હતી. સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.