આવતીકાલે ભાદરવા સુદ પાંચમના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરણેતર મેળાની મુલાકાતે, ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન-અર્ચન કરશે. - At This Time

આવતીકાલે ભાદરવા સુદ પાંચમના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરણેતર મેળાની મુલાકાતે, ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન-અર્ચન કરશે.


તા.31/08/2022
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ, લોકજીવન અને તેના નૃત્ય, તાલ, નાદ અને સંગીત સાથેની અભિવ્યક્તિ જાણવા અને માણવાનો રૂડો અવસર એટલે તરણેતરીયો મેળો. કોરોનાના કારણે બે વર્ષ મોકૂફ રહ્યા બાદ ગઈ કાલે ભાદરવા સુદ ત્રીજના દિવસથી પાંચાળ પ્રદેશની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા તરણેતરના ભાતીગળ લોકમેળાની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તરણેતરના મેળાની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મન પાંચમના મેળા તરીકે ઓળખાતા આ મેળામાં ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી તેમના પૂજન અર્ચન કરશે. ગુજરાત પ્રવાસન નિગમ લી.ના તોરણ ટુરીસ્ટ વિલેજ, માહિતી વિભાગના "ડબલ એન્જિન સરકાર, સપના સાકાર” પ્રદર્શન તેઓ નિહાળશે તેમજ ગ્રામીણ રમતોત્સવની મુલાકાત લઈ તેઓ ખેલાડીઓને પ્રોત્સાહિત પણ કરશે. સવારે ૧૦.૦૦ કલાકે મુખ્યમંત્રીશ્રી ટુરિસ્ટ વિલેજથી મુલાકાતનો પ્રારંભ કરશે. આવતીકાલે સવારે ૫-૦૦ કલાકે ગંગા તથા અવતરણ આરતી કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૮-૦૦ કલાકથી ૧૧-૦૦ કલાક દરમિયાન વિવિધ મેદાની રમતો જેવી કે રસ્સાખેંચ અને કુસ્તી વગેરે યોજાશે. સવારે ૯-૦૦ કલાકે મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાનો કાર્યક્રમ યોજાશે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગમન પ્રસંગે કેન્દ્રિયમંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, વાહનવ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશ મોદી, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા, રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી, પશુ પાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.